હિસ્ટ્રીશીટર વિકાસ દુબેએ કહ્યું- 'મૈ વિકાસ દુબે, કાનપુરવાલા', જાણો સમગ્ર ઘટનાક્રમ
કાનપુરમાં કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દૂબેને પકડવા ગયેલી પોલીસ ટીમ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 8 પોલીસકર્મીઓ શહીદ થયા હતા. આ ફાયરિંગમાં 6 પોલીસકર્મીઓ સહિત 7 લોકો ધાયલ થયા છે. વિકાસ ઉત્તર પ્રદેશનો કુખ્યાત ગેંગસ્ટર છે. આજે વિકાસ દુબેને મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલા મહાકાલ મંદિરથી દબોચી લેવામાં આવ્યો હતો.
Vikas Dubey arrested
કાનપુરઃ કાનપુરના બિકરુમાં પોલીસ પર થયેલી અંધાધુધ ફાયરિંગનો મુખ્ય આરોપી વિકાસ દુબે છે. જેની ઉજ્જૈનના મહાકાલ મંદિર પાસેથી ધરપકડ કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશની ટીમ છેલ્લા 6 દિવસથી વિકાસ દુબેની શોધખોળ કરી રહી હતી. હાલમાં વિકાસે દુબે મધ્યપ્રદેશ પોલીસની કસ્ટડીમાં છે. જ્યારે ઉજ્જૈન પોલીસે વિકાસ દુબેની ધરપકડ કરી ત્યારે વિકાસ દુબે બોલ્યો કે, 'મૈ વિકાસ દુબે હું કાનપુરવાલા.....આ શબ્દો ઉચ્ચારતા ત્યાં હાજર પોલીસે માર મારી ચૂપ રહેવા કહ્યું હતું.
જાણો કાનપુર શુટઆઉટમાં અત્યાર સુધીનો ઘટનાક્રમ
- 2 જુલાઈ: વિકાસ દુબેની ધરપકડ કરી- 3 પોલીસ મથકની પોલીસે વિકાસ દુબેની ધરપરડ બિકરુ ગામમાંથી કરી હતી. વિકાસની ગેંગે 8 પોલીસકર્મીઓની હત્યા કરી હતી.
- 3 જુલાઈ : પોલીસે સવારે 7 કલાકે વિકાસ દુબેના મામા પ્રેમપ્રકાશ પાંડે અને સહયોગી અતુલ દુબેનું એન્કાઉન્ટર કર્યું હતુ. અંદાજે 60 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ હતી.
- 4 જુલાઈ : એસટીએફએ શંકાસ્પદ પોલીસ વિનય તિવારીની પૂછપરછ કરી હતી.
- 5 જુલાઈ : પોલીસે વિકાસના નોકર અને ખાસ સહયોગી દયાશંકર ઉર્ફ કલ્લુ અગ્નિહોત્રીની ધરપકડ કરી, ખુલાસો થયો કે, વિકાસ દુબે પહેલાથી જ પ્લાનિંગ કરી પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો.
- 6 જુલાઈ : પોલીસે અમરના માતા અને દયાશંકરની પત્ની રેખા સહિત 3 લોકોની ધરપકડ કરી હતી. શુટઆઉટની ધટના વખતે પોલીસે બદમાશોથી બચાવવા માટે ક્ષમા દુબેનો સંપર્ક કર્યો હતો, પરંતુ ક્ષમાએ મદદ કરવાને બદલે શુટરોને પોલીસનું લોકેશન આપી રહી હતી. તેમજ સાથે રેખા પણ શુટરોને માહિતી આપતી હતી.
- 7 જુલાઈ : શહીદ પોલીસના ધરે જઈ પ્રધાનોએ એક કરોડ રુપિયા આપ્યા
- 8 જુલાઈ : એસટીએફે વિકાસના અમરદુબેને ઠાર કર્યો હતો. પ્રભાત મિશ્રા સહિત કેટલાક શૂટઆઉટરોની ધરપકડ કરાઈ હતી.
- 9 જુલાઈ : પ્રભાત મિશ્રા અને રણવીર શુક્લા એન્કાઉન્ટરમાં માર્યા ગયા અને વિકાસ દુબે ઉજ્જૈનથી ધરપકડ કરી હતી. ઉત્તરપ્રદેશ એસટીએફ મધ્યપ્રદેશ માટે રવાના થઈ છે.