ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેજરીવાલના મુસ્લિમ વોટ બેંકના નિવેદન પર બોલ્યા વિજેન્દ્ર ગુપ્તા, કહ્યું - પરિણામ પહેલા જ મૂકી દીધા હથિયાર - Vijendra reaction of kejarival opinon

નવી દિલ્હી : ભાજપના વરિષ્ઠ નેતા અને દિલ્હી વિધાનસભાના વિપક્ષી નેતા વિજેન્દ્ર ગુપ્તાએ અરવિંદ કેજરીવાલના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, પરિણામો આવે એ પહેલા જ તેમણે હથિયાર નીચે મૂકી દીધાં છે.

કેજરીવાલના મુસ્લિમ વોટ બૈંક વાળા નિવેદન ઉપર બોલ્યા વિજેન્દ્ર ગુપ્તા - પરિણામ પહેલા જ મૂકી દીધા હથિયાર

By

Published : May 19, 2019, 1:07 PM IST

વિજેન્દ્ર ગુપ્તાએ કહ્યું કે, વાસ્તવિકતા એ છે કે જાતિ અને ધર્મના નામે વહેંચવા વાળા લોકો ખુલ્લી રીતે ધર્મના નામે મતદારોના ઠેકેદારો બની જાય છે અને જ્યારે લોકો સમજી જાય છે તો આવા નિવેદનો આપે છે. જેને વિજેન્દ્ર ગુપ્તાએ અયોગ્ય ગણાવ્યું હતું.

કેજરીવાલના મુસ્લિમ વોટ બૈંક વાળા નિવેદન ઉપર બોલ્યા વિજેન્દ્ર ગુપ્તા


વિજેન્દ્ર ગુપ્તાએ કહ્યું કે, આ વખતે દિલ્હીના લઘુમતીઓએ કેજરીવાલને મત આપ્યો નથી. અગાઉ લઘુમતીઓેએ કેજરીવાલને ભરપૂર વોટ આપ્યા હતા. પરંતુ જેવી રીતે છેલ્લા 4 વર્ષમાં પ્રજાને ભ્રમિત કરીને, ખોટા દાવાઓની અપીલ કરી લઘુમતીઓના પેટ ભરવાના જે પ્રયાસો કર્યા હતા તેનાથી લોકો આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલથી નારાજ છે. કેજરીવાલના આ નિવેદનને લઈ જ્યારે સંજય સિંહને પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, ભાજપ એક ધર્મની રાજનીતિ રમે છે. જ્યારે આમ આદમી પાર્ટી બધા ધર્મોની રાજનીતી રમે છે. જ્યારે વિજેન્દ્ર ગુપ્તાને આ વિશે પૂછ્યું ત્યારે તેમણે સંજય સિંહ માટે અમર્યાદિત શબ્દનો ઉપયોગ કર્યો અને કહ્યું કે, સંજયસિંહ ફક્ત કેજરીવાલ કહેશે તે જ બોલશે.

જણાવીએ કે મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, ચૂંટણીના 48 કલાક પહેલા મુસ્લિમ મતદારો કોંગ્રેસના પક્ષમાં જતા રહ્યા અને આમ આદમીની પાર્ટીને વોટથી વંચિત રાખી.

ABOUT THE AUTHOR

...view details