શક્તિપીઠ અંબાજીમાં CM રૂપાણી પરિવાર સાથે માઁ અંબાના દર્શને પહોંચ્યા - Bhajap
અંબાજીઃ લોકસભા ચૂંટણીનું ગુજરાતમાં શાંતિપૂર્ણ મતદાન થઈ ગયું છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણી તેમના પરિવાર સાથે શક્તિપીઠ અંબાજીમાં માઁ અંબાના દર્શને પધાર્યા હતા.
અંબાજી
લોકસભા ચૂંટણીના શાંતિપૂર્ણ મતદાન બાદ મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ગઈકાલ મોડી રાત્રે પવિત્ર અંબાજીની મુલાકાત લીધી હતી. ત્ત્યારે આજે સવારે તેમણે તેમના પૂરા પરિવાર સાથે માઁ અંબાના દર્શન કરી આગામી ચૂંટણીમાં બહુમતી સાથે વિજય મેળવાની પ્રર્થના પણ કરી હતી.