હૈદરાબાદ: પ્રખ્યાત ઇતિહાસકાર રામચંદ્ર ગુહાના એક ટ્વિટને લઈને વિવાદ વધી રહ્યો છે. ગુહાએ બંગાળ અને ગુજરાતની સંસ્કૃતિઓ પર વિવાદિત ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, આર્થિક રીતે સમૃદ્ધ બંગાળની સંસ્કૃતિ કરતા ગુજરાતની સંસ્કૃતિ નબળી છે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ અંગે કડક પ્રતિક્રિયા આપી છે.
ગુજરાત પર ઇતિહાસકાર ગુહાની ટિપ્પણી અંગે વધ્યો વિવાદ, CM રૂપાણીએ આપ્યો વળતો જવાબ - ગુહા વિજય રુપાણી
ગુજરાતની સંસ્કૃતિને લઈને રામચંદ્ર ગુહા અને સીએમ વિજય રૂપાણી વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ગુહાએ ગુજરાતની સંસ્કૃતિને બંગાળની સંસ્કૃતિ કરતાં ગૌણ ગણાવી. જેના પર મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિરોધ નોંધાવ્યો છે.
રુપાણી
ગુહાએ 1939માં લેખક ફિલિપ સ્પ્રાટની એક ટિપ્પણી લખી. તેમાં લખ્યું છે, 'જોકે ગુજરાત આર્થિક રીતે ખૂબ સમૃદ્ધ છે, પરંતુ સાંસ્કૃતિક રીતે તે પછાત રાજ્ય છે. તેનાથી વિરુદ્ધ બંગાળ આર્થિક રીતે નબળું છે, પરંતુ તે સાંસ્કૃતિક રીતે ઘણું આગળ છે.’
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ ટ્વિટ પર જોરદાર વાંધો ઉઠાવ્યો છે. અને પ્રતિક્રીયા આપતા તેમણે કહ્યું કે, આ બ્રિટિશરોની ભાગલા પાડવાની નીતિ જેવું છે.
Last Updated : Jun 11, 2020, 4:19 PM IST