મુખ્યપ્રધાને વિજય રૂપાણીએ આક્રમક વલણ સાથે કહ્યું કે, મધ્યપ્રદેશ સરકાર પાસે ચર્ચા કરવાની તાકાત નથી. નર્મદામાં પીવાનું પાણી પૂરતૂં છે. ગુજરાત પાણી નથી છોડતું તે વાત ખોટી છે. ગુજરાતે એકપક્ષીય નિર્ણય ક્યારેય નથી લીધો. મધ્યપ્રદેશ સરકાર 40 વર્ષના સંબંધો ખરાબ ન કરે.
નર્મદા મુદ્દે રાજકીય ભેદભાવ કરે છે કમલનાથઃ CM રૂપાણી - kamalnath
ન્યૂઝ ડેસ્કઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નર્મદા મુદ્દે મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકારને આડે હાથ લીધી છે. તેમણે કમલનાથ અને તેમની સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા છે. શું કહ્યું મુખ્યપ્રધાને, વાંચો સંપૂર્ણ અહેવાલ...

નર્મદા મુદ્દે કમલનાથ રાજકીય ભેદભાવ કરે છેઃ વિજય રૂપાણી
કમલનાથ રાજકીય ભેદભાવ કરે છેઃ વિજય રૂપાણી
વધુમાં મુખ્યપ્રધાને કહ્યું કે, ગુજરાત મધ્યપ્રદેશ પાસે ભીખ નથી માગતું. ગુજરાત પાસેથી પાણી છીનવવાની તાકાત કોઈમાં પણ નથી. નર્મદા પાણીનું વિતરણ વર્ષ 1997થી કરવામાં આવ્યું છે. પાણી પર ગંદુ રાજકારણ રમવાનું બંધ કરે કમલનાથ. વીજ ઉત્પાદનનો 57 ટકા હિસ્સો મધ્યપ્રદેશના ફાળે જાય છે. મધ્યપ્રદેશ સરકાર પાસે ચર્ચા કરવાની તાકાત નથી. મધ્યપ્રદેશ સરકાર ચિમકી આપે તે યોગ્ય નથી.