ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી વિધાનસભા ચૂંટણી: CM રૂપાણીએ જનસભાને કર્યું સંબોધન

દિલ્હી વિધાનસભામાં સત્તામાં પરત ફરવા ભારતીય જનતા પાર્ટી કોઈ કસર બાકી છોડવા માગતી નથી. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હવે થોડાક જ દિવસો બાકી છે, ત્યારે ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ મતદારોને રિઝવવામાં લાગ્યા છે. જેમાં દિલ્હી ભાજપના નેતાઓ સિવાય ભાજપ શાસિત અન્ય રાજ્યના મુખ્ય પ્રધાનોએ પણ પ્રચારમાં જંપલાવ્યું છે.

Delhi Election
દિલ્હી ચૂંટણી

By

Published : Jan 29, 2020, 11:23 PM IST

Updated : Jan 29, 2020, 11:35 PM IST

નવી દિલ્હી: ચાંદની ચોક લોકસભા ક્ષેત્રમાં આવેલી સદર બજાર વિધાનસભા બેઠક દિલ્હી વિધાનસભા બેઠકોમાંની એક મહત્વપૂર્ણ બેઠક છે. ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પરથી ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ જયપ્રકાશની નિમણૂંક કરી છે. જયપ્રકાશે 2008 અને 2013માં પણ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં તેમનું ભાગ્ય અજમાવ્યું હતું. પરંતુ બંને ચૂંટણીમાં તેમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

દિલ્હી ચૂંટણી: સીએમ રુપાણીએ જનસભાને કર્યું સંબોધન

આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી સદર બજાર વિધાનસભા બેઠક પરથી જયપ્રકાશને જીતવા માટે કોઈ કસર છોડવા માગતી નથી. બુધવારે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ભાજપના ઉમેદવાર જયપ્રકાશના પ્રચાર માટે દિલ્હી સદર બજાર વિધાનસભા બેઠક પર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે જનસભાને સંબોધન કર્યું હતું અને લોકોને ભાજપને મત આપવા અપીલ કરી હતી.

જનસભાને સંબોધન કરતાં વિજય રૂપાણીએ કેજરીવાલ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં, અને કહ્યું કે, અરવિંદ કેજરીવાલે દિલ્હીના લોકોને પીવાનું શુદ્ઘ પાણી આપવાનું વચન આપ્યું હતું, પરંતુ આજે દિલ્હીવાસીઓ ગંદા પાણીની સમસ્યાથી પરેશાન છે. ગંદા પાણીને સાફ કરવાની જવાબદારી દિલ્હી સરકારની હતી, જે પૂરી કરવામાં આવી નથી.

રૂપાણીએ કહ્યું કે, 8 ફેબ્રુઆરીએ કમળનું બટન એવી રીતે દબાવવાનું છે કે શાહીન બાગમાં ધરણાં પર બેઠેલા લોકો ઉભા થઈને ભાગી જાય. તેમણે કહ્યું કે, આ લડાઈ દેશપ્રેમીઓ અને દેશને તોડનારા લોકો વચ્ચેની છે.

Last Updated : Jan 29, 2020, 11:35 PM IST

ABOUT THE AUTHOR

...view details