નવી દિલ્હીઃ ભારત સરકારે કોરોના વાઇરસ સંકટની વચ્ચે એક મોટા આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. તેના પર દરેક વ્યક્તિ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વચ્ચે એક પ્રતિક્રિયા લંડનથી આવી છે. દારૂના વેપારી માલ્યાએ આ જાહેરાત પર કેન્દ્ર સરકારને શુભેચ્છા પાઠવી હતી અને સાથે જ કહ્યું કે, હવે સરકારને તેના બધા પૈસા પરત લેવા જોઇએ.
વિજય માલ્યાએ વધુ એક ટ્વીટ કરીને કહ્યું કે, હું સરકારને કોરોના વાઇરસના સંકટ વચ્ચે રિલીફ પેકેજની શુભેચ્છા આપું છું. તે જેટલા પૈસા છાપવા ઇચ્છે છાપી શકે છે, પરંતુ તેમણે મારા જેવા એક નાના સહયોગકર્તાને ઇગ્નોર કરવા જોઇએ, જે સ્ટેટ બેન્કના બધા જ પૈસા પરત આપવા ઇચ્છે છે.
મહત્વનું છે કે, દારૂના વેપારી વિજય માલ્યા ભારતમાં ભાગેડુ જાહેર થઇ ચૂક્યા છે, તેના પર લગભગ 9000 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લાગેલો છે. વિજય માલ્યા લાંબા સમયથી લંડનમાં જ છે.