નવી દિલ્હીઃ કોરોના વાઇરસ મહામારીને કારણે દેશભરમાં ચાલી રહેલા લોકડાઉનની વચ્ચે દિલ ચોંકી ઉઠે તેવો વીડિયો સામે આવ્યો છે. એક વ્યક્તિ પોતાના પરિવારની સાથે ઘરે જવા માટે બળદગાડાનો આશરો લે છે. બળદગાડામાં એક તરફ બળદ છે તો બીજી તરફ તે વ્યક્તિએ પોતાના ખભા પર ખેંચી રહ્યો છે. આ વીડિયો મનને ધ્રુજાવી દે તેવો છે. જો કે, આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થયો છે. જેને લઇને કોંગ્રેસ નેતા અને બૉક્સર વિજેન્દ્ર સિંહે ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.
આ દુનિયા 'લિબાસ' જોઇને સલામ કરે છેઃ બૉક્સર વિજેન્દ્ર સિંહ - બૉક્સર વિજેન્દ્ર સિંહ
દેશવ્યાપી લોકડાઉનની વચ્ચે દિલને ધ્રુજાવી દે તેવો વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. જેમાં એક યુવક બળદગાડામાં એક તરફ બળદ છે અને બીજી તરફ પોતે પોતાના ખભા પર ખેંચતો જોવા મળી રહ્યો છે.
![આ દુનિયા 'લિબાસ' જોઇને સલામ કરે છેઃ બૉક્સર વિજેન્દ્ર સિંહ Etv Bharat, Gujarati News, Covid 19, Vijendra Sinh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7234453-thumbnail-3x2-qwe.jpg)
Vijendra Sinh
વિજેન્દ્ર સિંહે ટ્વીટ કરતા લખ્યું કે, કોઇ ગરીબ જ્યારે આમ કરે છે, ત્યારે દુનિયા લિબાસ જોઇને સલામ કરે છે.