ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોનાઃ આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી નિષ્ણાંતો સાથે ચર્ચાનો વીડિયો જાહેર કરશે - release todayrelease today

રાહુલ ગાંધીએ કોરોના સંકટ બાબતે નિષ્ણાંતો સાથે વાત કરી હતી. આ વાતચીત રાહુલ ગાંધીની કોવિડ સંકટ શ્રેણીનો ત્રીજો એપિસોડ છે. આજે એટલે કે, બુધવારે સવારે રાહુલની પોતાની યુટ્યુબ ચેનલ પર વીડિયો રિલીઝ કરશે.

Rahul Gandhi
Rahul Gandhi

By

Published : May 27, 2020, 8:35 AM IST

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કોરોના સંકટને પહોંચી વળવાની રીતો અંગે વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો સાથેની વાતચીતનો વીડિયો આજે (બુધવારે) સવારે યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવશે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે જાહેર આરોગ્ય વ્યવસાયિક આશિષ ઝા અને સ્વિડિશ રોગચાળાના નિષ્ણાંત જ્હોન ગિસેક સાથે અર્થશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન, આરોગ્ય અને કોવિડ-19 કટોકટી સાથે સંકળાયેલી બાબતો વિશે નિષ્ણાંતો સાથે આ વીડિયો શ્રેણીમાં ચર્ચા કરી હતી. રાહુલ ગાંધીની કોવિડ કટોકટી શ્રેણીનો આ ત્રીજો એપિસોડ છે.

કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે, બુધવારે સવારે કોંગ્રેસની સોશિયલ મીડિયા ચેનલ પર આ વાતચીત પ્રસારિત કરવામાં આવશે. આ અગાઉના વીડિયોમાં રાહુલ ગાંધીએ વિશ્વ-વિખ્યાત અર્થશાસ્ત્રી રઘુરામ રાજન અને નોબેલ વિજેતા અભિજિત બેનરજી સાથે વાત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details