નવી દિલ્હી: ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડૂ ગુરૂવારે અગ્રણી આધ્યાત્મિક નેતાઓ અને સામાજિક કાર્યકરોને કોરોના વાઈરસ લોકડાઉન વચ્ચે તેમની સાથે બેઠક કરી હતી.
ઉપરાષ્ટ્રપતિ નાયડૂએ આધ્યાત્મિક નેતાઓ સાથે કરી ચર્ચા - કોરોના વાઈરસ
કોરોના વાઈરસને કારણે જાહેર કરાયેલા લોકડાઉન વચ્ચે ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડૂએ અગ્રણી આધ્યાત્મિક નેતાઓ અને સામાજિક કાર્યકરો સાથે બેઠક યોજી હતી. ઉપરાષ્ટ્રપતિએ તેમને જરૂરીયાતમંદોને મદદ કરવા લોકોને પ્રોત્સાહિત કરવા આગળ આવવા કહ્યું હતું.

M Venkaiah Naidu
ઉપરાષ્ટ્રપતિ સચિવાલયના એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, આ પડકારજનક સમયમાં લોકોને માર્ગદર્શન આપવા અને પ્રોત્સાહિત કરવામાં આધ્યાત્મિક નેતાઓ જે મહત્વની ભૂમિકા ભજવી શકે તે અંગે પણ તેમણે ચર્ચા કરી હતી.
આ બેઠકમાં ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ આધ્યાત્મિક નેતાઓને જરૂરિયાતમંદોની મદદ કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટે તાકિદ કરી હતી.