નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મહા શિવરાત્રી નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે. તેમણે પ્રાર્થના કરી કે, ભગવાન શિવ દેશના દરેક નાગરિકને શાંતિ, સમૃદ્ધિ અને સૌભાગ્ય આપે.
PM મોદી અને ઉપરાષ્ટ્રપતિ નાયડુએ મહા શિવરાત્રીની શુભેચ્છા પાઠવી - મહા શિવરાત્રી
ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહા શિવરાત્રીની શુભેચ્છા પાઠવી છે. સમગ્ર નાગરિકો માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાથના કરી હતી.
ઉપરાષ્ટ્રપતિ નાયડુ અને PM મોદીએ પાઠવી મહા શિવરાત્રીની શુભેચ્છા
નાયડુએ દેશના નાગરિકોને શુભેચ્છા આપતા જણાવ્યું કે, મહા શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે હું વિશ્વભરની ધર્મપ્રેમી જનતાનું ભલું થાય તેમની કામના કરૂં છું. આ પ્રસંગે ભગવાન શિવને અંદરની ભૂલોને દૂર કરવા માટે શાણપણ અને હિંમત આપવાની પ્રાર્થના કરૂં છું.
ટ્વીટર પર વડાપ્રધાન મોદીએ શુભેચ્છા આપતા કહ્યું કે, બાબા ભોલેનાથના આશીર્વાદ-ભગવાન શિવ સમગ્ર દેશવાસીઓના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે તેવી હું ઈશ્વરને પ્રાથના કરૂં છું.