VHPના રાષ્ટ્રીય સચિવ સચિન્દ્રનાથ સિંહાએ પણ બાંગ્લાદેશી મુસ્લિમ રાજ્યમાંથી ઘુસણખોરોને હાંકી કાઢવા માટે રાષ્ટ્રીય રજિસ્ટર ઓફ સિટીઝન લાગુ કરવાની માંગ કરી છે.
વિશ્વ હિન્દુ પરિષદે પશ્ચિમ બંગાળમાં 2 લાખ સભ્યો બનાવવાનો કર્યો નિશ્ચય
કોલકાતાઃ પશ્વિમ બંગાળમાં લોકસભા ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન સારુ રહેતાં વિશ્વ હિન્દુ પરિષદે પોતાની સભ્ય સંખ્યા વધારવાનો લક્ષ્ય કર્યો છે. જેથી VHP 7 નવેમ્બરથી સદસ્યતા અભિયાન શરુ કરવા જઈ રહી છે. જેમાં સભ્યોની સંખ્યા 2 લાખ સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો છે.
VHP
તેમણે કહ્યું કે, NRC ને લાગુ કરતા પહેલા નાગરિકતા બિલ હેઠળ બાંગ્લાદેશના હિન્દુ શરણાર્થીઓના હિતને ધ્યાનમાં રાખવું જોઈએ. સિંહાઓ કહ્યું કે, આ પહેલા અમે 2017માં બંગાળમાં 55 હજાર સભ્યોને જોડ્યા હતા. આ વખતે અમારુ લક્ષ્ય આ સંખ્યા વધારીને 2 લાખ કરવાનું છે. આ સદસ્યતા અભિયાન 17 નવેમ્બરથી શરુ કરીને 1 ડિસેમ્બર સુધી ચાલશે.