ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રામ મંદિરના નિર્માણમાં નવેમ્બરના મધ્ય સુધીમાં તમામ અવરોધો થશે દુર: VHP - Latest news of Ram mandir

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે રામ મંદિરની તમામ દલીલોને પુરી કરવા સમય સીમા નક્કી કરી છે. તેથી વિશ્વ હિન્દુ પરિષદે ન્યાયાલયનો આભાર વ્યક્ત કર્યો છે. વિહિપે કહ્યું કે, નવેમ્બરના મધ્ય સુધી રામ મંદિર નિર્માણના તમામ અવરોધો દુર થઇ શકે તેમ છે.

VHP

By

Published : Sep 19, 2019, 10:30 AM IST

Updated : Sep 19, 2019, 10:46 AM IST

સુપ્રીમ કોર્ટે રાજનૈતિક દ્રષ્ટીથી સંવેદનશીલ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ મામલે સુનાવણી પુરી કરવા માટે બુધવારે 18 ઓક્ટોબર સુધી સમય સીમા નક્કી કરી છે. સર્વોચ્ચ અદાલતના આ પગલાથી 130 વર્ષથી પણ જુનો અયોધ્યા વિવાદમાં નવેમ્બરના મધ્ય સુધી નિર્ણય આવવાની સંભાવના વધી ગઈ છે.

વિહિપના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે કહ્યું કે, સર્વોચ્ચ અદાલતના આ આદેશથી તમામ પક્ષોને પોતાની દલીલો રજુ કરવાનો અવસર પ્રદાન કરે છે. અને કોઈ પણ મુદ્દાને લાંબો ખેચી નથી શકતા. તેઓએ ક્હ્યું કે, વિહિપ આ આદેશ માટે સર્વોચ્ચ ન્યાયલયનો આભાર વ્યક્ત કરે છે અને આશા છે કે નવેમ્બરના મધ્ય સુધી અયોધ્યામાં રામ મંદિર નિર્માણની તમામ બાધાઓ દુર કરી શકાય.

ઉલ્લેખનીય છે કે, સર્વોચ્ચ અદાલતે આ બાબતે શનિવારે પણ સુનાવણીનો પ્રસ્તાવ રાખ્યો અને સાથે જ એ પણ કહ્યું કે સંબંધિત પક્ષકાર જો ઈચ્છે તો મધ્યસ્થતાના માધ્યમથી આ વિવાદને સર્વમાન્ય સમાધાન કરવા માટે સ્વતંત્ર છે અને તે એવું સમાધાન તેમની સમક્ષ રજુ કરી શકે છે. જણાવી દઈએ કે અદાલતે બંને પક્ષના વકિલોને કહ્યું કે, તેઓ ઈચ્છે તો આ મામલે દરરોજ થઈ રહેલી સુનાવણીને 18 ઓક્ટોબર સુધી પુરી કરવામાં આવે. જેથી અદાલતને ચુકાદો કરવા લગભગ 4 સપ્તાહનો સમય મળી શકે.

Last Updated : Sep 19, 2019, 10:46 AM IST

ABOUT THE AUTHOR

...view details