ગુજરાત

gujarat

ETV Bharat / bharat

'કેફે કૉફી ડે'ના માલિક VG સિદ્ધાર્થ રહસ્યમય રીતે ગુમ, પત્રમાં કહ્યું- કાયદાકીય રીતે હું ગુનેગાર... - 'કૈફે કૉફી ડે'ના માલિક VG સિદ્ધાર્થ

પ્રખ્યાત CCDના માલિક અને ફાઉંડર વીજી સિદ્ધાર્થ અચાનક ગુમ થઇ ગયા છે. તેમનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ છે. ગુમ થયેલા સિદ્ધાર્થની શોધખોળ કરવામાં દક્ષિણ કન્નડ પોલીસ લાગી ગઇ છે.

underway

By

Published : Jul 30, 2019, 9:51 AM IST

Updated : Jul 30, 2019, 10:52 PM IST

બેંગલુરુ: પૂર્વ વિદેશ પ્રધાન અને BJP નેતા એસ.એમ.કૃષ્ણાના જમાઇ વીજી સિદ્ધાર્થ અચાનક ગુમ થઇ ગયા છે. સિદ્ધાર્થ કૉફી ડેના માલિક છે તેઓ 29 જુલાઇના રોજ મેંગલુરુ આવી રહ્યા હતા સિદ્ધાર્થ સોમવારે ઘરેથી નિકળ્યા હતા ત્યાર બાદ તેમના વિશે કોઇ પણ માહિતી મળી નથી રહી. તેમનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યો છે.

સૌ. ANI

મળતી માહિતી મુજબ, તેઓ મેંગલુરુમાં નેત્રાવતી નદી પાસે લાપતા થઇ ગયા છે. હાલમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. મેંગલુરુના પોલીસ કમિશ્નરે જણાવ્યું કે, વીજી સિદ્ધાર્થ બેંગલુરુથી કહીને નિકળ્યા હતા કે તેઓ સકલેશપુર જઇ રહ્યા છે. પરંતુ રસ્તામાં ડ્રાઇવરને તેમણે મેંગલુરુ જવાનું કહ્યું, ત્યાર બાદ નેત્રાવતી નદીના પુલ પર પહોંચીને સિદ્ધાર્થ ગાડીમાંથી નિચે ઉતરી ગયા અને ડ્રાઇવરને ત્યાંથી જવાનું કહ્યું.

પોલીસ તપાસ શરુ

સિદ્ધાર્થના લાપતા થવાના કારણે એસ.એમ.કૃષ્ણા સહિત સંપૂર્ણ પરિવાર પરેશાન છે. મુખ્યપ્રધાન BS યેદિયુરપ્પા પણ એસ.એમ.કૃષ્ણાના આવાસ પર પહોંચી ગયા છે.

'કૈફે કૉફી ડે'ના માલિક VG સિદ્ધાર્થ

ગુમ થતા પહેલા તેમણે તેમના BOD અને કર્મચારીઓને પત્ર લખ્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે, "દરેક નાણાકીય લેવડદેવડ મારી જવાબદારી છે, અને કાયદાકીય રીતે હું જ ગુનેગાર છું"

સૌ. ANI
Last Updated : Jul 30, 2019, 10:52 PM IST

ABOUT THE AUTHOR

...view details