તમિલનાડુ: વરિષ્ઠ લેખક અને સાહિત્ય એકેડેમી એવોર્ડ વિજેતા એસ.એ. કંદાસામીનું 79 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે પોતાની પ્રથમ નવલકથા ચયવનમ દ્વારા તમિલ સાહિત્યિ વિશ્વમાં પ્રવેશ કર્યો હતો. જેને નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા સૂચિબદ્ધ કરાઈ હતી.
તમિલ સાહિત્યના મહાન નવલકથાકાર કંદાસામીનું નિધન - Chayavanam
છેલ્લા 10 દિવસથી માંદગીને કારણે કંદાસામીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં શુક્રવારે સવારે તેમનું મોત નીપજ્યું હતું.
તમિલ સાહિત્યના મહાન નવલકથાકાર કંદાસામીનું નિધન
1998માં પ્રકાશિત થયેલી તેમની નવલકથા વિસારનાઈ આયોગ માટે કંદાસામીને સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો હતો. તેઓ તેમની પત્ની અને ત્રણ બાળકો સાથે ચેન્નઇમાં રહેતા હતા. છેલ્લા 10 દિવસથી માંદગીના કારણે તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં શુક્રવારે સવારે તેમનું મોત નીપજ્યું હતું.
તેમના પુત્રના જણાવ્યા અનુસાર, કંદાસામીની ચીન અને તેના ઇતિહાસ પર આધારિત છેલ્લા પુસ્તકની સોફ્ટ કૉપી તૈયાર છે. ટૂંક સમયમાં તે પ્રકાશિત થઈ જશે.