ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પૂર્વ કેન્દ્રીય પ્રધાન રઘુવંશ પ્રસાદ સિંહનું નિધન - RJD leader Raghuvansh Prasad Singh

પૂર્વ કેન્દ્રીય પ્રધાન રઘુવંશ પ્રસાદ સિંહનું નિધન થઇ ગયું છે. તેમણે દિલ્હીના અખિલ ભારીતય આયુર્વિજ્ઞાન (AIIMS)માં અંતિમ શ્વાસ લીધા હતા.

રઘુવંશ પ્રસાદ સિંહ
રઘુવંશ પ્રસાદ સિંહ

By

Published : Sep 13, 2020, 12:40 PM IST

નવી દિલ્હી : પૂર્વ કેન્દ્રીય પ્રધાન રધુવંશ પ્રસાદ સિંહનું નિધન થઇ ગયું છે. તેમણે દિલ્હીની AIIMSમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધન પર JDU નેતા કે.સી ત્યાગીએ શોક વ્યક્ત કર્યો હતો.

આ આગાઉ સ્વાસ્થ્યના કારણોસર દિલ્હીના AIIMSમાં દાખલ રઘુવંશ પ્રસાદસિંહે ગુરુવારે હોસ્પિટલમાંથી જ RJD પ્રમુખ લાલુ પ્રસાદને પત્ર લખીને રાજીનામું આપવાની ઘોષણા કરી હતી. પત્રમાં લાલુ પ્રસાદને સંબોધન કરતાં તેમણે લખ્યું છે કે, "કર્પૂરી ઠાકુરના મૃત્યુ પછી, તેઓ 32 વર્ષ તમારી પાછળ રહ્યા, પરંતુ હવે નહીં."

રઘુવંશ પ્રસાદસિંહે આ પત્ર પત્રકારોને મોકલ્યો હતો. તેમણે પત્રમાં લોકો પાસે માફી માગતા લખ્યું કે, "પક્ષ, નેતાઓ, કાર્યકરો અને જનતાએ ખુબ સ્નેહ આપ્યો છે."

ABOUT THE AUTHOR

...view details