ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન રાજશેખરનનું નિધન - બી એસ યેદિયુરપ્પા

પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસ નેતા એમ વી રાજશેખરનનું 91 વર્ષની ઉંમરે નિધન થયુ છે. ઉંમરને લઇ રાજશેખરન બીમારી સામે લડી રહ્યા હતા. કર્ણાટકના મુખ્ય પ્રધાન બી એસ યેદિયુરપ્પાએ શોક જતાવતા કહ્યું કે તે પરિપક્વ હતા.

વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન રાજશેખરનનું નિધન
વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન રાજશેખરનનું નિધન

By

Published : Apr 13, 2020, 1:14 PM IST

બેંગલુરૂ : કોંગ્રેસના ટોંચના નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન એમ વી રાજશેખરનને સોમવારે બેગલુરૂના એક હોસ્પિટલમાં નિધન થયું છે. તે 91 વર્ષના હતા. આ સમગ્ર જાણકારી રાજશેખરનના પારિવારિક સૂત્રો પાસેથી મળી હતી.

કોંગ્રેસ નેતા વૃદ્ધાવસ્થા સબંધી બીમારીઓ સામે લડત લડી રહ્યા હતા. તેના પરિવારમાં પત્ની, બે બાળકો અને બે બાળકીઓ છે.

કૃષિ વિશેષક્ષ અને ગ્રામીણ વિકાસ મામલે સલાહકાર રાજશેખરનનો જન્મ રામનગર જિલ્લામાં મારલાવાડીમાં 12 સપ્ટેમ્બર 1928ના રોજ થયો હતો.

આ તકે મુખ્ય પ્રધાન યેદિયુરપ્પાએ રાજશેખરનની આત્માની શાંતિ અને તેના પરિવાર અને સમર્થકોને આ સમયે સહન કરવાની તાકાત આપવાની પ્રાર્થના કરી છે.

ABOUT THE AUTHOR

...view details