અયોધ્યામાં 6 ડિસેમ્બર 1992માં વિવાદિત સ્ટ્રક્ચર ધ્વસ્થ કરવાના કેસમાં એપ્રીલ 2020સુધી ચુકાદો આવવાની સંભાવના છે. સુપ્રીમ કોર્ટે 19 એપ્રીલ 2017ના દિવસે આ કેસની સુનાવણી કરવા અંગે જણાવ્યું હતું. તેમજ કેસની સુનવણી કરનાર વિશેષ કોર્ટને પરીક્ષણની કાર્યવાહી બે વર્ષમાં પૂર્ણ કરવા જણાવ્યું હતું .
જોકે, આ સમય મર્યાદામાં રોજિંદા કાર્યવાહી થવા છતાં સુનવણી પૂર્ણ થઇ શકી નથી, જેના પર વિશેષ કોર્ટના અનુરોધ પર સુપ્રીમ કોર્ટે 19 જુલાઈ 2019ના રોજ વિશેષ કોર્ટને કેસમાં ચુકાદો આપવા માટે 9 મહિનાનો વધારે સમય આપ્યો હતો. તેમજ વિશેષ કોર્ટને 6 મહિનાની અંદર સમગ્ર પુરાવા રજૂ કરવા અંગે કહ્યું હતું. જેને ધ્યાનમાં રાખી લખનૌની વિશેષ કોર્ટમાં ચાલી રહેલા આ કેસમાં આ વર્ષે ડિસેમ્બરના અંત સુધીમાં અંતિમ ટ્રાયલ પૂર્ણ થવાની સંભાવના છે.