ઉત્તર પ્રદેશઃ અયોધ્યા રામ મંદિરના ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓમાં તેમનું નામ સામેલ થવાથી વાસુદેવાનંદ સરસ્વતીએ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે આ અંગે જણાવ્યું કે, મને સરકારે રામ મંદિર ટ્રસ્ટમાં સામેલ કર્યો છે, તે બદલ હું સરકારનો આભાર વ્યક્ત કરૂ છું.
VHPનાં મોડલ સ્વરૂપમાં જ મંદિરનું નિર્માણ થવું જોઈએઃ વાસુદેવાનંદ સરસ્વતી - vasudevanand saraswati statement
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ અયોધ્યામાં રામ મંદિર માટે હવે ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. આ ટ્રસ્ટીઓના નામોની જાહેરાત પણ કરવામાં આવી છે. આ ટ્રસ્ટમાં પીઠાધિશ્વર શંકરાચાર્ય વાસુદેવાનંદ સરસ્વતીને પણ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. તેઓ શરૂઆતથી રામ મંદિરના નિર્માણનાં આદોલનમાં જોડાયેલા હતા. સંત સંમેલનોમાં પણ તેઓ અયોધ્યામાં રામ મંદિર બનાવનો મુદ્દો ઉઠાવતા હતા.
મંદિરના ટ્રસ્ટી તરીકે મારી પ્રથમિકતા એ રહેશે કે, વિશ્વ હિન્દુ પરિષદ અને રામ મંદિર વિશ્વાસનાં મોડલના સ્વરૂપમાં જ મંદિરનું નિર્માણ થાય. આ વિવાદ છેલ્લા 500 વર્ષોથી ચાલી રહ્યો હતો. સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો છે. ત્યારે ભારતના ગામોમાંથી ઉઘરાવેલા પૈસામાંથી માત્ર 30 કરોડનો ખર્ચ મંદિર પાછળ થયો છે. બાકી બચેલા પૈસા આ ટ્રસ્ટમાં જમા કરાવી દેવામાં આવે, જે કારણે જનતાના પૈસે રામ મંદિરનું નિર્માણ થઈ શકે.
વાસુદેવાનંદે જણાવ્યું હતું કે, રામ મંદિર નિર્માણના શિલાન્યાસની તારીખની જાહેરાત શુભ મુહુર્ત જોઈ ટુંક સમયમાં કરવામાં આવશે. ઓછામાં ઓછા બે વર્ષમાં આ કામ પુર્ણ કરી દેવામાં આવશે. આ મંદિર સાથે કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે. દરેક ભક્તની તિવ્ર ઈચ્છા છે.