ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પ્લાસ્ટિકમુક્ત રેલવે સ્ટેશન તરીકે વારાણસી દેશભરમાં અગ્રેસર ! - single use plastic in varanshi railway station

વારાણસીઃ ભારતીય રેલવેએ પ્લાસ્ટિક સામેની લડતમાં મહત્વનો નિર્ણય કર્યો છે. રેલવે તંત્ર દ્વારા પ્લેટફોર્મ અને ટ્રેનોમાં પ્લાસ્ટિકના બદલે માટીની બનેલી કુલડીઓનો ઉપયોગ કરવાનું નક્કી થયું છે. વારાણસી રેલવે સ્ટેશન તેનો અમલ કરવામાં અગ્રેસર છે. જ્યાં ટેરાકોટાથી બનેલી કુલડીઓનો ઉપયોગ કરાઈ રહ્યો છે.

pl
પ્લાસ્ટિકમુક્ત રેલવે સ્ટેશન તરીકે વારાણસી દેશભરમાં અગ્રેસર !

By

Published : Jan 7, 2020, 9:20 AM IST

Updated : Jan 7, 2020, 7:55 PM IST

આઈઆરસીટીસી તેમજ ખાનગી સ્ટોલ સંચાલકોએ ગ્રાહકોને માટીના કપમાં ચા અને કોફી પીરસવાનું શરુ કર્યુ હોવાનું રેલવેના અધિકારીઓએ જણાવ્યુ હતું.

પ્લાસ્ટિકમુક્ત રેલવે સ્ટેશન તરીકે વારાણસી દેશભરમાં અગ્રેસર !

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વારાણસી કેન્ટોનમેન્ટ રેલ્વે સ્ટેશનને સંપૂર્ણપણએ પ્લાસ્ટિક મુક્ત સ્ટેશન બનાવવાનું લક્ષ્ય રખાયું છે.

વારાણસી રેલવે સ્ટેશન પર પાણી જેવી કેટલીક સામગ્રી આપવા પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. પરંતુ મોટા ભાગના સ્ટોલ ઉપર કાગળની બેગનો ઉપયોગ કરાઈ છે.

2 ઓક્ટોબર 2019થી રેલવે મંત્રાલયે 50-માઇક્રોનથી ઓછી જાડાઈવાળા સિંગલ-યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. વારાણસી રેલવે સ્ટેશન ઉપર તેનો નક્કર અમલ થતો દેખાઈ છે.

Last Updated : Jan 7, 2020, 7:55 PM IST

ABOUT THE AUTHOR

...view details