ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વંદે ભારત મિશન: અમેરિકામાં 40 હજાર ભારતીયોએ સ્વદેશ પરત ફરવા નોંધણી કરી

વંદે ભારત મિશન અંતર્ગત ભારતીય નાગરિકોને અન્ય દેશોમાંથી પરત લાવવામાં આવી રહ્યા છે. અમેરિકામાં ભારતીય રાજદૂત તરણજીતસિંહ સંધુએ જણાવ્યું કે, આ મિશન અંતર્ગત 40 હજાર લોકોએ ભારત પાછા ફરવા નોંધણી કરાવી છે.

અમેરિકામાં 40 હજાર ભારતીયોએ પરત સ્વદેશ આવવા નોંધણી કરાઇ
અમેરિકામાં 40 હજાર ભારતીયોએ પરત સ્વદેશ આવવા નોંધણી કરાઇ

By

Published : Jun 9, 2020, 4:14 PM IST

વોશિંગ્ટન: કોરોનાની મહામારી વચ્ચે અત્યાર સુધીમાં લગભગ 40,000 ભારતીય નાગરિકોએ વંદે ભારત મિશન હેઠળ વેબસાઇટ દ્વારા ભારત પરત આવવા નોંધણી કરાવી છે. અમેરિકામાં ભારતીય રાજદૂત તરણજીતસિંહ સંધુએ આ માહિતી આપી હતી.

સંધુએ કહ્યું કે, 'વંદે ભારત મિશનની શરૂઆત અમેરિકામાં 7 મેના રોજ કરવામાં આવી હતી. આ મિશનને લગભગ એક મહિનો પૂર્ણ થઈ ગયો છે. અત્યાર સુધીમાં લગભગ 16 ફ્લાઇટ્સ ભારતીય નાગરિકોને લઇ ભારત પરત ફરી છે. જોકે હાલ પણ લગભગ 40,000 ભારતીય નાગરિકોનએ વેબસાઇટ પર નોંધણી કરાવી છે. આ મિશન હેઠળ અત્યાર સુધીમાં લગભગ 5000 લોકોને ભારત પરત મોકલવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે, 'મિશનના પહેલા તબક્કામાં, અમે એક વિશેષ સાઇટ બનાવી હતી, જેના આધારે અમને સંખ્યાબંધ લોકો મળ્યા હતા. પ્રથમ તબક્કામાં, વિશેષ વિમાન દ્વારા લોકોને ભારત પરત મોકલવામાં આવ્યા હતા. પહેલા બે તબક્કામાં 16 ફ્લાઇટ્સમાં 5000 લોકોને મોકલવામાં આવ્યા છે. હવે ત્રીજો તબક્કો 11 જૂનથી શરૂ થશે અને 1 જુલાઇ સુધી ચાલશે.

સંધુએ કહ્યું, 'વંદે ભારત મિશનના ત્રીજા તબક્કામાં 50 ફ્લાઇટ્સ જવાની છે. આ તબક્કામાં, એમ્બેસીની વેબસાઇટ પર પોતાની નોંધણી કરાયેલા લોકો માટે એર ઇન્ડિયા દ્વારા સીધા બુકિંગ કરવામાં આવશે. જો કોઈએ નોંધણી કરાવી નથી આવી, તો તેઓ વેબસાઇટ પરથી નોંધણી કરાવી શકે છે. છેલ્લે, અમે ફરી એક નજર કરીશું કે કેટલા લોકો બાકી છે. તે પછી નક્કી કરવામાં આવશે કે આ મિશનને આગળ લઈ જવું જોઈએ કે નહીં.

ABOUT THE AUTHOR

...view details