ચંડીગઢ: વંદે ભારત મિશન અંતર્ગત મંગળવાર મોડી રાત્રે 117 યાત્રીઓ યુએઇથી ચંડીગઢ પહોંચ્યા હતાં. આ લોકોને સ્પાઇટ જેટની ફ્લાઇટ દ્રારા ચંદીગઢ લાવવામાં આવ્યા હતાં. ચંડીગઢ પહોંચેલા 177 પ્રવાસીમાંથી મોટાભાગના પંજાબના રહેવાસી છે. જ્યારે અન્ય લોકો હરિયાણા, હિમાચલ, ચંદીગઢ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરના છે.
વંદે ભારત મિશનઃ UAEથી 177 પ્રવાસી ચંડીગઢ પહોંચ્યા.. - સેનિટાઇઝ
વંદે ભારત મિશન અંતર્ગત મંગળવારે 177 પ્રવાસીને યુએઈથી ચંદીગઢ લાવવામાં આવ્યા હતાં. જ્યાં તબીબી તપાસ બાદ તમામ પ્રવાસીને પોતાના રાજ્યમાં મોકલવામાં આવ્યાં છે.
ચંદીગઢ પહોંચતા પહેલાં તમામ પ્રવાસીને સેનિટાઇઝ કરી તમામની તબીબી તપાસ કરવામાં આવી હતી, ત્યારબાદ તમામ પ્રવાસીઓને એરપોર્ટ પર અલગ અલગ રાજ્યોના પ્રિતિનિધિઓને સોંપવામાં આવ્યા હતાં. જ્યાં પ્રતિનિધિઓ દ્વારા પ્રવાસીઓને તેમના રાજ્યોમાં મોકલવામાં આવ્યા હતાં. જ્યાં તેઓને રાજ્ય સરકાર દ્વારા બનાવાયેલા નિયમો અંતર્ગત ક્વોરોન્ટાઇન કરવામાં આવશે.
તમને જણાવી દઇએ કે, વિદેશમાં ફસાયેલા પ્રવાસીઓને ભારતમાં પરત લાવવા માટે કેન્દ્ર સરકાર તરફથી વંદે માતરમ મિશન ચલાવવામાં આવ્યું છે. આ મિશન અંતર્ગત અત્યાર સુધીમાં હજારો પ્રવાસી ભારતીયોને દેશમાં પરત લાવવામાં આવ્યાં છે.