નવી દિલ્હીઃ દુનિયાભરમાં ફેલાયેલા કોરોના મહામારી અને લોકડાઉનની વચ્ચે વિદેશમાં હજારોની સંખ્યામાં ભારતીય ફસાયેલા છે. જે પોતાના દેશ પરત ફરવા ઇચ્છે છે. ગુરુવારથી જ વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે કામ શરૂ કરવામાં આવ્યું છે.
બહરીનથી 177 ભારતીય કોચિન એરપોર્ટ પહોંચ્યા
બહરીનથી એક વિશેષ વિમાન 177 ભારતીય નાગરિકોને રાત્રે 11.30 કલાકે લઇને કોચીન એરપોર્ટ પહોંચ્યું હતું. બહરીનથી આવેલી પહેલી ફ્લાઇટમાં કર્ણાટક અને તમિલનાડુના ચાર-ચાર યાત્રીઓ સવાર હતા, જ્યારે અન્ય યાત્રીઓ કેરળના બીજા જિલ્લાથી છે.
બહરીનથી આવેલા યાત્રીઓની જ્યાં કોવિડ-19 સંક્રમણની તપાસ કરવામાં આવી નથી, તેથી આ એરપોર્ટ પર તેનું સ્વાસ્થય પરીક્ષણ કરવામાં આવશે.
મુસાફરો આવતાની સાથે જ તેઓની પ્રથમ થર્મલ સ્કેનર્સ દ્વારા તપાસ કરવામાં આવી. આ પછી, તેમને હેલ્થ સપોર્ટ ડેસ્ક પર મોકલવામાં આવ્યો. અહીં તેમને જાણ કરવામાં આવી હતી કે, તે કેવી રીતે થોડા સમય માટે પોતાના અલગ અલગ નિયમોનું પાલન કરશે.