ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Valentine Special Saint's love story - story

ન્યૂઝ ડેસ્ક: વિતેલા અમુક વર્ષોમાં જોઈએ તો વેલેન્ટાઇન ડે એ આધાર બની ગયો છે, કે જેમાં યુવાઓને પ્યાર, ઇશ્ક અને મોહબ્બતના અહેસાસને વ્યકત કરવાની તાકાત આપે છે. પણ શું તમે જાણો છો કે તેની શરૂઆત કેવી રીતે થઈ ? અને આ દુઃખદ કહાની પ્રેમની આગવી ઓળખ બની ગઈ. તો ચાલો શરૂ કરીએ તે સમયની જ્યારે એક તાનાશાહ શહેનશાહે પ્રેમ પર લાદેલા પ્રતિબંધ સામે અવાજ ઉઠાવ્યો હતો.

love story

By

Published : Feb 14, 2019, 11:26 AM IST

તમે વિચારતા હશો કે, તમને આ વ્યથા સંભળવાનારો હું કોણ છું? હું સેન્ટ વેલેન્ટાઇન છું, એ જ વેલેન્ટાઇન જેની યાદમાં તમે આજે વેલેન્ટાઇન ડે ઉજવી રહ્યા છો. જ્યારે રોમમાં ક્રૂર ક્લોડિયસ શાસન કરતો હતો. ત્યારે ક્લોર્ડિયરસે પ્રેમ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેઓ માનતા હતા કે પ્રેમ અને લગ્નથી યુવાનોની બુદ્ધિ અને શક્તિ ઓછા થાય છે. તેથી તેઓ સારા યોદ્ધા બની શકતા નથી.

ક્લોર્ડિયરનો આ વિચાર વિચિત્ર લાગે છે ને ? તે સમયે પણ મને આ સાંભળતા ખૂબ ખરાબ લાગ્યું હતુ્ં. ત્યારે તે સમયે મે મારા રાજાની વિરૂધ જઇને રોમના એવા યુગલોના લગ્ન કરાવાની શરૂઆત કરી કે, જેઓ એક-બીજાને સાચો પ્રેમ કરતા હોય. આ યુગલોમાં સૈનિકો પણ હતા, જેઓ ક્લોર્ડિયરની સેનામાં હતા. ધીરે-ધીરે મારા આ બળવાની વાત ક્લોર્ડિયરના કાન સુધી પહોચતા ક્લોર્ડિયરે મને બંદી બનાવી અને મારી નાખવાની સજા કરી.

ફાંસીની સજા પહેલા મને જેલમાં રાખવામાં આવ્યો હતો, ત્યારે મને જેલરની દીકરી જેકોબસ સાથે પ્રેમ થયો. જેકોબસ જોઈ શક્તી ન હતી, છતા પણ તે મારી સંભાળ લેતી હતી. અને જેયારે 14 ફેબ્રુઆરીના રોજ મને ફાંસી આપવાના હતા ત્યારે મેં મારી આંખો જેકોબસને દાન કરી હતી અને એક પત્ર લખ્યો હતો. પત્રના અંતે મેં તેને લખ્યું હતુ કે તમારો વેલેન્ટાઇન. અને મને ફાંસી ઉપર ચડવી દેવામાં આવ્યો, પરંતુ હું મર્યો નથી, હું અમર છું. આજે દુનિયાનાં દરેક પ્રેમ કરનાર વ્યક્તિની જીભ પર મારું નામ છે. ત્યારે કોઈ ક્રૂરક્લોર્ડિયરને જાણતા નથી, પણ જયારે કોઈ પ્રેમી અને પ્રમીકા તેના સાથીને 'તમારો વેલેન્ટાઇન' કહે છે ત્યારે હું જીવંત થઇ જાવ છું

ABOUT THE AUTHOR

...view details