મની લોન્ડરિંગ કેસઃ પૂછપરછ માટે રોબર્ટ વાડ્રા ED સમક્ષ હાજર - Robert vadra
નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના બનેવી રોર્બટ વાડ્રા વિદેશમાં સ્થિત પોતાની સંપતિ સંબંધિત મની લોન્ડરિંગ કેસ બાબતે ગુરૂવારે ED સામે હાજર થયા હતા.
ફાઈલ ફોટો
વાડ્રા અહીં સેંટ્રલ દિલ્હી સ્થિત ED કાર્યાલય પહોંચી ગયા જ્યાં તેમને મની લોન્ડરિંગ પ્રિવેન્શન એક્ટ અંતર્ગત પૂછપરછ કરવામાં આવશે. આ બાબત 10 લાખ પાઉન્ડની સંપત્તિ અને વિદેશમાં ચોરી માટે અપ્રગટ સંસ્થાઓની માલિકી સાથે સંબંધિત છે.