સૂર્યનું મકર રાશિમાં આજના દિવસે પ્રવેશ કરે છે. સૂર્યનું મકર રાશિમાં આવવું એનું ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ અનોખું મહત્વ છે. આ ઉપરાંત ભૌગોલિક દ્રષ્ટિએ પણ આ તહેવારનું મહત્વ છે. વર્ષના છ મહિના પૃથ્વી ઉત્તર દિશા તરફ નમેલી રહે છે. જેને કારણે છ મહિના ઉત્તરાયણના અને છ મહિના દક્ષિણાયનના કહેવામાં આવે છે.
કહેવાય છે કે મહાભારતના યુદ્ધ દરમિયાન ભીષ્મ પિતામહ બાણશૈયા પર છ મહિના સુધી ઉત્તરાયણની રાહ જોઈને સૂઈ રહ્યાં હતાં. ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે ઉત્તરાયણના છ મહિના દરમિયાન જો કોઈ મૃત્યુ પામે તો તેને મુક્તિ મળે છે અને તેનો ફરી જન્મ થતો નથી અને એટલા માટે જ ભીષ્મ પિતામહે ઉત્તરાયણના દિવસે પોતાનો દેહત્યાગ કર્યો હતો.