ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સોનુ સૂદના ઉમદા કાર્ય માટે ઉત્તરાખંડના મુખ્યપ્રધાન દેવેન્દ્રસિંહ રાવતે માન્યો આભાર

બોલિવૂડ એક્ટર સોનુ સૂદે લોકડાઉનમાં ફસાયેલા ઉત્તરાખંડના લોકોને તેમના રાજ્યમાં પરત મોકલ્યા હતા. જે બદલ મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે ફોન પર વાત કરી આભાર માન્યો હતો.

ફિલ્મ અભિનેતા સોનુ સૂદના માનવતાવાદી કાર્ય માટે ઉત્તરાખંડના મુખ્યપ્રધાન દેવેન્દ્રસિંહ રાવતે માન્યો આભાર
ફિલ્મ અભિનેતા સોનુ સૂદના માનવતાવાદી કાર્ય માટે ઉત્તરાખંડના મુખ્યપ્રધાન દેવેન્દ્રસિંહ રાવતે માન્યો આભાર

By

Published : Jun 7, 2020, 5:21 PM IST

મુંબઇ: બોલિવૂડ એક્ટર સોનુ સૂદ પોતાના કામને કારણે આ દિવસોમાં ચારેબાજુ ચર્ચામાં છે. ખરેખર, સોનુ લોકડાઉનમાં સ્થળાંતર મજૂરોને તેમના ઘરે મોકલવાની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત છે. સોનુ સૂદે ઘણા લોકોને તેના ઘર સુધી પહોંચાડ્યા પણ છે.

હવે ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે શનિવારે સોનુનો આભાર માન્યો હતો. લોકડાઉનમાં ફસાયેલા સ્થળાંતરીઓને તેમના ઘરે પાછા મોકલવા બદલ અને કોરોના વાઇરસ સંકટ સમાપ્ત થયા પછી તેમને પહાડી રાજ્યમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું.

રાવતે પોતાનો આભાર વ્યક્ત કરવા માટે સૂદ સાથે ફોન પર વાત કરી હતી.

ત્રિવેન્દ્રસિંહે તેમના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ શેર કરતાં લખ્યું છે કે, "ફિલ્મ અભિનેતા સોનુ સૂદના માનવતાવાદી કાર્ય માટે આભાર માનવા માટે આજે ફોન પર વાત કરી હતી.”

તેઓ અને તમામ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ જેમણે પ્રશંસનીય કાર્ય કર્યું છે. જેમને સ્થળાંતરીઓને તેમના રાજ્યમાં પાછા ફરવામાં મદદ કરી હતી.

રાવત સાથે વાત કર્યા પછી સોનુએ ટ્વિટ કરીને લખ્યું છે કે મુખ્યપ્રધાનની પ્રશંસા મળ્યા બાદ તેમને વધુ પ્રોત્સાહન મળ્યું છે.

ABOUT THE AUTHOR

...view details