દેહરાદુન: પુંછના મંઢેર સબ ડિવિઝનમાં નિયંત્રણ રેખા પર તૈનાત ઉતરાખંડના એક આર્મી જવાને પોતાની સર્વિસ રાઈફલથી ગોળી મારી આત્મહત્યા કરી છે. જવાનની ઓળખ લાન્સનાયક આશિષ કુમાર તરીકે થઈ છે.
ઉત્તરાખંડના આર્મી જવાને સર્વિસ રાઈફલથી આત્મહત્યા કરી - nationalnews
પુંછના મંઢેર સબ ડિવિઝનમાં નિયંત્રણ રેખા પર તૈનાત ઉતરાખંડના એક આર્મી જવાને પોતાની સર્વિસ રાઈફલથી ગોળી મારી આત્મહત્યા કરી છે. જવાનની ઓળખ લાન્સનાયક આશિષ કુમાર તરીકે થઈ છે.
જમ્મg-કાશ્મીરના પુંછમાં મનકોટ સેક્ટરમાં એક આર્મી જવાનને પોતાની સર્વિસ રાઈફલથી ગોળી મારી આત્મહત્યા કરી છે. લાન્સનાયક આશિષ કુમાર 8 ગઢવાલ રાઈફલ યૂનિટમાં તૈનાત હતો. આશિષ કુમારના મિત્રોએ ગોળીનો અવાજ સાંભળતા આશિષ પાસે પહોચ્યા તો આશિષ લોહીથી લથપથ પડ્યો હતો. આશિષ કુમારને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ડૉકટરે તેને મૃત જાહેર કર્યો હતો.
આશિષ ઉખીમઠના ગુજ્જવાલનો રહેવાસી હતો. હજુ સુધી આત્મહત્યાનું કારણ સામે આવ્યું નથી. આશિષ મનકોટના ભારત-પાકિસ્તાન સરહદ પર સ્થિત બલનોઈ સેક્ટરમાં તૈનાત હતો.