લખનઉ: દુબઈમાં રહેતી દિવ્યા ગુપ્તાએ તેના પતિ દિપેશ ગુપ્તા પર દહેજ માટે માનસિક ત્રાસ આપતા હોવાનો આરોપ લગાવ્યો છે. ટ્વિટર દ્વારા એક સંદેશ મોકલીને દિવ્યાએ જણાવ્યું કે, તેના લગ્ન 18 એપ્રિલ, 2018 ના રોજ થયા હતા. 2 જાન્યુઆરી 2020 ના રોજ તે તેના પતિ સાથે દુબઈ આવી હતી, જ્યાં તેની સાસુ અને તેના પતિની બહેન પણ રહે છે.
એવો આરોપ છે કે દુબઈમાં હાજર તેના સાસરિયાઓ અને પતિ તેની પર સતત તેને મારમારે છે. ફરિયાદ થતાં ત્યાંની પોલીસે સમાધાનની સલાહ આપી હતી.દિવ્યાએ તેની પોસ્ટમાં જણાવ્યું હતું કે તેની એક 13 મહિનાની પુત્રી પણ છે. તેને ડર છે કે સાસરિયાઓ તેની પુત્રીનો જીવ લઇ લેશે. ટ્વિટર પર મદદ માગીને દિવ્યાએ તેના ઘા પણ બતાવ્યા હતો. તેનું કહેવું છે કે હિંસામાં ઘાયલ થયા પછી તે હોસ્પિટલમાં સારવાર માટે ગઇ હતી, પરંતુ હવે તેની પાસે પૈસા પણ નથી.