ઉત્તર પ્રદેશઃ 3 ઇંચ પહોળા અને 4 ઇંચ લાંબા કાગળના નાના ટુકડા પર 25થી 30 લીટી લખવી કલ્પના બહારની વાત છે. પરંતુ જ્ઞાનપુર તાલુકા નજીક આવેલા દેવનાથપુરમાં રહેતી સુપ્રિયા બાર્નવાલ આ કાર્ય ખૂબ સરળતાથી કરે છે. તે આ નાનકડા પોસ્ટકાર્ડમાં 21,000 વખત જય શ્રીરામનું નામ લખે છે.જેને વાંચવા માટે માઈક્રોસ્કોપની જરૂર પડે છે.
પોસ્ટકાર્ડ પર સૌથી નાના અક્ષરે લખતી ઉત્તર પ્રદેશની સુપ્રિયા બાર્નાવાલ - latest news of up
નાનકડા પોસ્ટકાર્ડનો ઉપયોગ સામાન્ય રીતે પત્ર લખવા માટે થતો હતો. જે હવે નહીંવત થઈ ગયો છે, ત્યારે ઉત્તર પ્રદેશની એક મહિલા આ નાનકડા પોસ્ટકાર્ડ પર 21000 વખત શ્રીરામનું નામ લખે છે. જેને વાંચવા માટે માઈક્રોસ્કોપની જરૂર પડે છે.
થોડા દિવસો પહેલા તેણે એક પોસ્ટકાર્ડ ઉપર કિશકિંધા કાંડ લખીને લિમ્કા બુકમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. મૂળ ગાઝીપુરની સુપ્રિયા બાર્નવાલ જ્યારે નાની હતી ત્યારે તેને ધાર્મિક પુસ્તકો વાંચવા ગમતા હતાં. તેની તે નાના અક્ષરે લખવાની પ્રેક્ટીસ પણ કરતી હતી. જેનાથી તેને એટલું નાનું લખવાનું શરૂ કર્યુ કે તે માણસની નરી આંખ વાંચી શકતી નથી. બાળપણમાં તેને એક લાઈનમાં દુર્ગા ચાલીસા, હનુમાન ચાલીસા અને વિધ્વવસિની ચાલીસા લખી હતી.
સુપ્રિયા બાર્નવાલ જણાવે છે કે, આ સમયે દેશ મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. કોરોના નામના આ ચેપને ટાળવા માટે આપણે આપણા ઘરોમાં રહેવાની જરૂર છે જેમ કે મેં 15 દિવસમાં મારા શોખ મુજબ પોસ્ટકાર્ડ પર જય શ્રીરામ 21 હજાર વાર લખ્યું છે. એમ તમારે પણ તમારી આવડતમાં વધારો કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.