ગુજરાત

gujarat

ETV Bharat / bharat

UP કોરોના અપડેટ: કોરોનાના 664 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 25ના મોત

ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 25 લોકોના મોત થયા હતા. જ્યારે કોરોનાના 664 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે ઉત્તર પ્રદેશમાં કુલ 22,828 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે કુલ 672 લોકોના મોત થયા છે.

ઉત્તર પ્રદેશ કોરોના અપડેટ
ઉત્તર પ્રદેશ કોરોના અપડેટ

By

Published : Jun 30, 2020, 9:38 PM IST

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 25 લોકોની મોત નીપજ્યા છે. જ્યારે કોરોનાના 664 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. ઉત્તર પ્રદેશ આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ અમિત મોહન પ્રસાદે મંગળવારે આ બાબતે માહિતી આપી હતી.

પ્રસાદે જણાવ્યું હતું કે, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા દોઢ લાખ પથારી તૈયાર કરવાના લક્ષ્યાંકને પૂરા કરવા, હવે રાજ્યની એલ1, એલ2, એલ3 હોસ્પિટલોમાં કુલ 15,1172 બેડની વ્યવસ્થા કરવામાં આવ્યા છે.

વરસાદના સમયગાળામાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, એન્સેફાલીટીસ, જેઈ અને એઇએસ સહિતના અનેક પ્રકારના વાઇરલ રોગો ફેલાય છે. તેને રોકવા માટે 1 જુલાઇથી એક મહિના માટે અભિયાન શરૂ કરવામાં આવશે.

અધિક મુખ્ય સચિવે માહિતી આપી હતી કે, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ બુધવારે લખનઉથી આ અભિયાનની શરૂઆત કરશે. આ પ્રસંગે તમામ 75 જિલ્લામાં અભિયાન શરૂ કરવા કાર્યક્રમો યોજવામાં આવશે, જેમાં પ્રધાનો, સાંસદો અને ધારાસભ્યો શામેલ હશે.

આ અભિયાન દરમિયાન શહેરી વિકાસ, પંચાયતી રાજ વિભાગ, શિક્ષણ વિભાગ, દિવ્યાંગ લોકો સશક્તિકરણ સહિતના અનેક વિભાગો કામ કરશે. આ ઉપરાંત 16 જુલાઇથી 31 જુલાઇ સુધી આશા વર્કરો 'દસ્તક અભિયાન' કરશે. જેમાં તેમને ઘરે ઘરે જઈને લોકોમાં જાગૃતિ ફેલાવશે.

ABOUT THE AUTHOR

...view details