કાનપુરઃ કાનપુર શૂટઆઉટ કેસમાં મુખ્ય આરોપી ગેંગસ્ટર વિકાસ દુબે પોલીસ એન્કાન્ટરમાં માર્યો ગયો છે, ત્યારે વિકાસના અંગત ગણાતા જયકાંત વાયપેયી અને અન્ય એક સાથી પ્રશાંત શુક્લની ધરપકડ કાનપુર પોલીસે ઘરપકડ કરી છે.
જયકાંત વાયપેયી પર આરોપ છે કે, જયકાંત વાજપેયી ઉર્ફ જય વાજપેયી પોતે જ વિકાસ દુબેના પૈસાનો હિસાબ રાખતો હતો. જેથી હવે જયની ધરપકડ બાદ વિકાસ દુબેની કાળી કમાણીના તમામ રહસ્યો સામે આવી શકે છે. કહેવાઈ રહ્યું છે કે, જય વાજપેયી વિકાસ દુબેનો ખજાનચી હતો અને વિકાસની કાળી કમાણીનો હિસાબ રાખતો હતો.
વિકાસ દુબેના રહસ્યો ખુલશે, દુબેના અંગત જય વાજપેયીની ધરપકડ મહત્વનું છે કે, કાનપુર પોલીસનાં જણાવ્યા મુજબ, આઠ પોલીસ જવાનની હત્યામાં જય વાજપેયી અને પ્રશાંત શુક્લા પણ સામેલ હતાં. વિકાસ દુબેએ જયને પહેલી જુલાઈએ ફોન કર્યો હતો અને તે બીજી જુલાઈએ બિકરૂ ગામ આવી પહોંચ્યો હતો.
મળતી માહિતી મુજબ બીજી જુલાઈએ વિકાસ દુબેએ બે લાખ રૂપિયા અને 25 કારતૂસ આપ્યા હતાં. આઠ વર્ષ પહેલા જય વાજપેયી એક પ્રિન્ટિંગ પ્રેસમાં ચાર હજાર રૂપિયાના પગારથી કામ કરતો હતો. જે બાદ તે વિકાસ દુબેના સંપર્કમાં આવ્યો હતો અને વિકાસ સાથે મળી જય વિવાદીત જમીન અને મકાનની લે-વેચ કરવા લાગ્યો હતો.