મધ્ય પ્રદેશઃ ઉત્તર પ્રદેશના જ્ઞાનપુરના નિષાદ પાર્ટીના ધારાસભ્ય વિજય મિશ્રાને મધ્ય પ્રદેશ પોલીસે આગર માલવાથી ધરપકડ કરી છે. ભદોહી પોલીસની બાતમી પરથી મધ્ય પ્રદેશ પોલીસે ધરપકડ કરી છે. પોલીસ અધિક્ષક રામ બદનસિંહે આ કેસમાં ધરપકડની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે ભદોહી પોલીસની ટીમ વિજય મિશ્રાને યુપી લઈ જવા રવાના થઈ ગઈ છે.
ઉત્તર પ્રદેશના ધારાસભ્ય વિજય મિશ્રાની મધ્ય પ્રદેશથી ધરપકડ
ઉત્તર પ્રદેશના જ્ઞાનપુરના ધારાસભ્ય વિજય મિશ્રાની મધ્યપ્રદેશ પોલીસે આગર માલવાથી ધરપકડ કરી છે. ભદોહી પોલીસની ટીમ વિજય મિશ્રાને લઈને ઉત્તરપ્રદેશ જવા રવાના થઈ છે.
એક દિવસ પહેલા વિજય મિશ્રાએ એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં તેમના અને તેમના પરિવારને જીવનું જોખમ હોવાનું જણાવ્યું હતું. ધારાસભ્યનો આક્ષેપ છે કે, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તેમની વિરુદ્ધ કાવતરું રચવામાં આવી રહ્યું છે. જો કે, પોલીસે ધારાસભ્યના નિવેદનને અસત્ય અને પાયાવિહોણું ગણાવ્યું છે.
એસપીએ જણાવ્યું કે વિજય મિશ્રા, તેમની પત્ની અને પુત્ર પર તેમના એક સગા ક્રિષ્ના મોહન તિવારી દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. વિજય મિશ્રાએ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં નિષાદ પાર્ટીની ટિકિટ પર ચૂંટણી જીતી હતી. જ્ઞાનપુર વિધાનસભા બેઠક પરથી વિજય મિશ્રા નિષાદ પાર્ટીની ટિકિટ પર ચોથી વખત ધારાસભ્ય બન્યા છે. આ પહેલા ત્રણ વખત તે સપા તરફથી ચૂંટણી જીતી ચૂક્યા છે.