લખનઉ: 5 ફેબ્રુઆરીથી લખનઉમાં શરુ થયેલા આ ડિફેન્સ એક્સપોનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને રક્ષા પ્રધાન રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતાં. શનિવારે અને રવિવારે સામાન્ય જનતા માટે ડિફેન્સ એક્સપોમાં પ્રવેશ નિ:શુલ્ક રાખવામાં આવ્યો છે. અહીં લોકો વૃંદાવનના સેક્ટર 15 અને ગોમતી રિવર ફ્રંટ પરથી આર્મી અને એરફોર્સનો લાઈવ ડેમો જોઈ શકશે.
ઉત્તરપ્રદેશના લખનઉમાં કરાયું ડિફેન્સ એક્સપો-2020નું આયોજન
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ડિફેન્સ એક્સપો-2020નું આયોજન કરવામાં આવ્યું છે. જેના ચોથા દિવસે આજે પ્રદર્શનને જોવા લોકોની મોટી ભીડ ઉમટી હતી. આજે સવારથી જ ગોમતી રિવર ફ્રંટ પર લોકો આ ડિફેન્સ એક્સપો જોવા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.
ડિફેન્સ એક્સપો
આજે શનિવારે સ્કૂલના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં ગોમતી રિવર ફ્રંટ પર ડિફેન્સ એક્સપો જોવા આવ્યા હતા. બાળકોમાં કાર્યક્રમને લઈને ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો.