લખનઉ (ઉત્તર પ્રદેશ) : બુધવારે સીએમ યોગી આદિત્યનાથના સરકારી વિમાન દ્વારા રાજ્યમાં ગોવાથી 14 ટ્રુનેટ મશીન લાવવામાં આવ્યી હતી. આ મશીનો રાજ્યની 14 મેડિકલ કોલેજોમાં કોરોના વાઇરસની તપાસ માટે સ્થાપિત કરવામાં આવશે. ટ્રુનેટ (TrueNet) મશીનો ઝડપી તપાસ કરવામાં ખૂબ મદદરૂપ થાય છે, જેના દ્વારા કોરોનાનો ટેસ્ટ રિપોર્ટ એકથી દોઢ કલાકમાં જ મળી આવે છે.
અગાઉ સીએમ યોગી આદિત્યનાથે રાજ્યના તમામ 75 જિલ્લાઓમાં 15 જૂન, 2020 સુધી ટ્રુનેટ મશીનો કાર્યરત કરવા સૂચના આપી હતી. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે ચેપના સંદર્ભમાં ઝડપી ટેસ્ટની રિપોર્ટ મેળવવા માટે પ્રાથમિકતા પર ટ્રુનેટ મશીનો ઉપલબ્ધ કરાવ્યા છે.
મુખ્યપ્રધાન યોગીએ બુધવારે મળેલી એક બેઠકમાં અનલોક-1 સિસ્ટમની સમીક્ષા કરી રહી હતી. તેમણે કોવિડ અને નોન-કોવિડ હોસ્પિટલોની વ્યવસ્થાને યોગ્ય રીતે જાળવવા સૂચના આપી હતી અને કહ્યું કે, આરોગ્ય પ્રધાને નિયમિત રૂપે તબીબીઓએ અને તબીબી સંસ્થાઓ સાથે વાતચીત કરવી જોઈએ અને કાર્યો વિશે માહિતી મેળવવી જોઈએ. તેમણે કહ્યું કે, ખાતરી કરવી જોઈએ કે, કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સાથે, હોસ્પિટલોની ઇમરજન્સી સેવાઓનો સંપૂર્ણ લાભ મળે છે કે નહી.