ધિ યુનાઈટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલીઝીયસ ફ્રીડમ (USCIRF)એ નાગરીકતાની પ્રક્રિયા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આસામમાં લાંબા સમયથી રહેતા આશરે 20 લાખ લોકો થોડા જ સમયમાં કોઈ પણ દેશના નાગરિક નહી રહે. સાથે જ આક્ષેપ કર્યો કે તેમની નાગરીકતા નિષ્પક્ષ, પારદર્શી અને સુશાસિત પ્રક્રિયા વિના નષ્ટ કરવામાં આવી રહી છે.
એન.આર.સી.ની ધાર્મિક સ્વતંત્રતા પર એક રિપોર્ટમાં USCIRFએ કહ્યું કે નવી યાદીમાં 19 લાખ લોકોના નામ નથી. રિપોર્ટમાં એ વાત પર ચિંતા વ્યક્ત કરાઈ કે કઈ રીતે આ સમગ્ર પ્રક્રિયામાં ફક્ત મુસ્લિમ સમુદાયને જ ટાર્ગેટ કરાઈ છે.