ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અમેરિકાની સલાહ, પાકિસ્તાનનો પ્રવાસ કરતા પહેલા વિચારો - Gujarati news

વોશિંગટન: અમેરિકાએ મુખ્ય રૂપથી આતંકવાદ અને પાકિસ્તાનની નજીકના નાગરિક વિમાનોને થનારા ખતરાને કારણે પોતાના નાગરિકોને એશિયાઈ દેશની યાત્રા પર ફરીથી વિચાર કરવાનો અનુરોધ કર્યો છે.

અમેરિકા

By

Published : Feb 15, 2019, 1:38 PM IST

સંઘીય વિમાનન પ્રશાસને બુધવારે જાહેર કરેલી એક નોટિસમાં કહ્યું કે, આતંકવાદી સમૂહ પાકિસ્તાનમાં હુમલો કરવા માટે યોજના બનાવી રહ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, આતંકવાદીને કારણે પાકિસ્તાનની યાત્રા પર પુન: વિચાર કરે.

તેમણે અમેરિકી નાગરિકોની આતંકવાદ અને સશસ્ત્ર સંઘર્ષની સંભાવના હોવાના કારણે પૂર્વ સંઘીય પ્રકાસિક જનજાતિય વિસ્તાર અને કશ્મીરના પાકિસ્તાનના કબજાવાળા વિસ્તાર સહિત બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુંનખ્વા પ્રાંતમાં મુસાફરી ન કરવાનું કહેવામાં આવ્યું છે.

મંત્રાલયે કહ્યું કે, આતંકવાદી સમૂહ પાકિસ્તાનમાં હુમલાની યોજના બનાવી રહ્યા છે. આતંકવાદીઓના પરિવહન હબ, બજારો, શૉપિંગ મૉલ, લશ્કરી સંસ્થાઓ, એરપોર્ટ્સ, યુનિવર્સિટીઓ, પ્રવાસન સ્થળો, શાળાઓ, હોસ્પિટલો, પૂજાના સ્થળો અને સરકારી કેન્દ્રોને નિશાન બનાવી શકે છે. પાછલા ઘણા વર્ષોમાં મોટા પાયે આતંકવાદી હુમલામાં સેંકડો લોકો ઘાયલ થયા છે. તેમણે વધુમાં કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ થવાનો ભય છે. ભારત અને પાકિસ્તાનની સેનાઓ વચ્ચે સરહદ પર વારે વારે ગોળીબાર થતા હોય છે.


ABOUT THE AUTHOR

...view details