હૈદરાબાદ: એક તરફ Covid-19ની મહામારી વચ્ચે તેની રસીની શોધની ટ્રાયલ આશાનું કિરણ બની રહી છે તેવામાં યુએસમાં જ્યોર્જ વોશીંગટન યુનિવર્સીટી દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલા સમીક્ષા લેખમાં જણાવવામાં આવ્યુ છે કે એન્ટીમાઇક્રોબાયલ અને એન્ટીઇન્ફ્લેમેટરી પરમાણુ એવુ નાઇટ્રીક ઓક્સાઇડ નોવેલ કોરોના વાયરસ સામેની લડાઈમાં મહત્વનો ફાળો આપી શકે છે.
જ્યોર્જ વોશીંગ્ટન યુનિવર્સીટીએ જણાવ્યા પ્રમાણે નોર્મલ વેસ્ક્યુલર ફંક્શનને જાળવવામાં અને ફેફસાની ઈજા તેમજ શ્વસનને લગતી બીમારી સામે તૈયાર થતા ઇન્ફ્લેમેટરી કાસ્કેડનું નીયમન કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.
ઇન્ફ્લમેટરી કાસ્કેડ એ એક એવી તબીબી પરીસ્થીતી છે કે જે માણસની રોગપ્રતિકારક ક્ષમતા કોઈ ચોક્કસ પ્રતિસાદ તૈયાર નથી કરી શકી તેના માટે કોઈ ચોક્કસ ઇન્ફ્લેમેટરી રીસ્પોન્સ તૈયાર થાય છે.