જિનેવાઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખે કહ્યું કે તેમને આશા છે કે અમેરીકા આરોગ્ય એજન્સીના ભંડોળ અટકાવવાના નિર્ણય પર ફરીથી વિચાર કરશે. ગેબ્રેયેસે કહ્યું કે અમેરિકાના સાંસદો દ્વારા મારા રાજીનામાની માગ કરવામાં આવી છે. તેમ છતાં હુ જીવ બચાવવા માટે કામ કરવાનું ચાલુ રાખીશ, તેમણે કહ્યું કે તેમને આશા છે કે, અમેરિકા આ મહામારી વચ્ચે માને છે કે, WHO ફક્ત અન્ય લોકો માટે જ નહીં પણ પોતાના માટે પણ સુરક્ષિત રહેવા માટેનું એક મહત્વપૂર્ણ રોકાણ છે.
અમેરિકા ફરીથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ભંડોળ પર વિચારણા કરશેઃ WHO
કોરોના વાઇરસના વધતા જતા પ્રકોપ વચ્ચે ગયા અઠવાડિયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્રની આરોગ્ય એજન્સીને અસ્થાયી રૂપે ભંડોળ અટકાવવાની જાહેરાત કરી હતી. જે અંગે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખે આશા વ્યકત કરી છે કે, અમેરિકા ફરીથી WHOને ભંડોળ આપવાનું વિચારશે.
અમેરિકા ફરીથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ભંડોળ પર વિચારણા કરશેઃ ડબ્લ્યૂએચઓ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા અઠવાડિયે સંયુક્ત રાષ્ટ્રની આરોગ્ય એજન્સીને અસ્થાયી રૂપે ભંડોળ અટકાવવાની જાહેરાત કરી હતી, તેમજ તેમણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પર કોરોનાની ગંભીરતાને છુપાવવાનો આરોપ લગાવ્યો હતો.
અમેરિકન રાષ્ટ્રપતિએ પત્રકારોને જણાવ્યું હતું કે કોરોના વાઇરસના ફેલાવાને છુપાવવા અને ગેરવહીવટ કરવામાં વિશ્વ આરોગ્ય સંગઠનની ભૂમિકાની સમીક્ષા કરવામાં આવી રહી છે.