દોહાઃ અમેરિકા અને તાલિબાન આજે કતારની રાજધાની દોહામાં શાંતિના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવાના છે. આ હસ્તાક્ષરથી અમેરિકાના સૌથી લાંબા યુદ્ધનો અંત આવવાના આશા વ્યક્ત કરાઈ રહી છે. અમેરિકા અને તાલિબાન વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર થવાનો છે. જેનાથી દેશમાં આશરે 18 વર્ષ બદ અમેરિકા સૈનિકોને પરત લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે.
સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યાનુસાર, છેલ્લા દાયકામાં 100,000થી વધુ અફઘાન નાગરિકોના મોત થયા છે તો કેટલાંક ઘાયલ થયા હતાં. આ સમજૂતી કરાર દ્વારા અફઘાનિસ્તાનમાં એક નવા યુગની શરૂઆત થવાની આશા છે. આ ઐતિહાસિક સમજૂતી કરાર થવાના બે દિવસ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ગુરૂવારે કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ-થાની સાથે મુલાકાત કરી હતી.
શનિવારે કરાર પર હસ્તાક્ષર થવાના એક અઠવાડિયા પહેલા આંશિક યુદ્ધ વિરામ થયો હતો, જેનો હેતુ લડતા પક્ષો વચ્ચે વિશ્વાસ કેળવવાનો છે અને બતાવવાનો કે, તાલિબાન તેમના આતંકવાદીઓને કાબૂમાં રાખી શકે છે. ઉલ્લેખનીય છે કે, કતારની રાજધાનીમાં શનિવારે કરાર પર હસ્તાક્ષર દરમિયાન 30 દેશના પ્રતિનિધિત્વની અપેક્ષા છે. જો કે, અફઘાનિસ્તાન સરકાર તેના પ્રતિનિધિને મોકલશે નહીં.
ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર થયાના બે દિવસ પહેલા ગુરુવારે ઈમકાન ખાને કતારની રાજધાની દોહા પહોંચ્યા હતાં. કતારના ઊર્જા પ્રધાન શાદ શીરદા અલ-કબીએ તેમને એરપોર્ટ પર આવકાર્યા હતા. આ અગાઉ પાકિસ્તાનના વિદેશ કાર્યાલયમાં આપેલા નિવેદનમાં ઈમરાન ખાને કહ્યું હતું કે, મારી આ મુલાકાતનો હેતુ દ્વિપક્ષીય સહયોગ વધારવા અને પ્રાદેશિક વિકાસ અંગેના મંતવ્યોની આપલે પર કેન્દ્રિત કરવાનો છે. 2018માં વડાપ્રધાન બન્યા બાદ ઈમરાનની કતારની આ બીજી મુલાકાત છે. કતારે પાકિસ્તાનના વિદેશપ્રધાન શાહ મહેમૂદ કુરેશીને દોહામાં શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવા સમારોહમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે.