આ શાંતિવાર્તામાં અમેરિકાના રાજદુત ઝલમય ખાલીઝાદ સાથે અમેરિકાના સેક્રેટરી સાથે હાજર રહેશે. સુત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાનના વિદેશ પ્રધાન એસ.એમ. કુરેશી, ઉઝબેકના વિદેશ પ્રધાન કામીલોવ તેમજ અન્ય નેતાઓ તેમજ વિવિધ દેશોના રાજદુત પણ ઉપસ્થિત રહેશે. પ્રથમવાર એવું બની રહ્યું છે કે, ભારત તાલીબાન સાથેની કોઈ ડીલમાં હાજર રહેશે. આ પહેલાં ભારત બે નિવૃત્ત રાજદુતોને મોસ્કોવ રાઉન્ડની ચર્ચામાં મોકલી ચુક્યા છે. જે બિનસત્તાવાર હતી.
યુએસ-તાલીબાન ડીલથી પાકિસ્તાનને ભારતીય સરહદો પર કોઈ ફાયદો નહીં મળે: પૂર્વ રાજદૂત વરિષ્ઠ પત્રકાર સ્મીતા શર્માએ આ અંગે અમેરિકામાં ભારતના રાજદુત તરીકે રહી ચુકેલા મીરા શંકર સાથે યુએસ-તાલીબાન ડીલની દિલ્હી સુધી થનારી જોખમ અને તેના કારણે થનારી અસર અંગે ચર્ચા કરી હતી. મીરા શંકરનું માનવું છે કે, ભારતે આ તમામ બાબતો પર ઝીણવટ પૂર્વક નજર રાખવી જોઈએ. ભારતે અફઘાનિસ્તાનમાં સેના મોકલવાની જરૂર નથી પણ કાબુલમાં સહાય અને સાધન સામગ્રીની મદદ મોકલવી જોઈએ. અગાઉ સ્મીતા શર્મા સાથે વાત કરતા રશીયન સેનેટ અને ફોરેન અફેર્સ કમિટીના ડેપ્યુટી ચેરમેન એન્ડ્રુ ક્લીમાવે દાવો કર્યો હતો કે, જ્યાં સુધી મોસ્કો શાંતિવાર્તામાં સામેલ નહીં થાય ત્યાં સુધી શાંતિવાર્તા સફળ નહીં થાય. મીરાશંકરનું માનવું છે કે, ભારતે તાલીબાન ડીલ મામલે સતત સક્રિય રહેવું જોઈએ અને ઈરાન અને ઈરાક જેવા અન્ય દેશો સાથે સંપર્કમાં રહેવુ જોઇએ. મીરા શંકર સાથે થયેલી ખાસ વાતચીતના મુખ્ય અંશ નીચે મુજબ છે.
પ્રશ્ન- ભારત દેહામાં યોજાનારી સમીટમાં ખાસ ભાગ લઈ રહ્યું છે ત્યારે આ ઘટનાથી ભારતને શું ફેર પડી શકે છે?
જ્યાં સુધી ભારતને લાગુ પડે છે ત્યાં સુધી ભારતની ચિંતા એ છે કે, અફઘાનિસ્તાનમાંથી યુએસ અને નાટોની સેના ખસી જાય તો સ્થિતિ ફરીથી વણસી શકે છે. અને ત્યારે ફરીથી આતંકીઓ સક્રિય થવાની શક્યતા છે. જે સ્થાનિક અને વૈશ્વિક સુરક્ષાને પ્રતિકુળ અસર કરી શકે છે. જેથી ભારતને ચિંતા છે કે, યુએસ સેના પરત ખેંચી લેવામાં આવે તો તાલિબાન મુખ્યપ્રવાહમાં સક્રિય થાય અને આ સમયગાળામાં અફઘાનિસ્તાન સરકાર અને ખાસ કરીને સેના અને પોલીસને સમર્થન આપવુ જરૂરી છે. કારણ કે, તેમને આતંરરાષ્ટ્રીય ભંડોળ આપવામાં આવ્યું હતું અને જો આ ભંડોળ મળતું અચાનક બંધ થઈ જાય તો સરકાર ભાંગી પડે તેમ છે. જે કોઈના હિતમાં નથી. બીજું કે તાલિબાનને મુખ્યપ્રવાહમાં લાવવા માટે લોકશાહી, મહિલાઓ અને લધુમતીઓને થતો ફાયદો જાળવવો જરૂરી છે. અને સૌથી મોટી ચિંતા એ છે કે અફઘાનિસ્તાન સાથે ડીલ કરતા સમયે યુએસ માટે પાકિસ્તાન ખુબ મહત્વપૂર્ણ બની જાય છે . જેથી પાકિસ્તાને એમ ન લાગવુ જોઇએ કે તે તે અફઘાનિસ્તાનમાં યુએસ સાથે સહયોગ કરી રહ્યુ છે. જેથી તે પૂર્વીય સરહદો પર શાસન કરી શકશે.
પ્રશ્ન— શું તે શક્ય છે કે, ટ્રમ્પ ઈમરાન ખાન સાથે વ્હાઈટ હાઉસમાં, દાવોસમાં અને દિલ્હીમાં યોજેલી પત્રકાર પરિષદમાં ઈમરાનખાન અને નરેન્દ્ર મોદીને પોતાના સારા મિત્રો કહ્યા હતા. આ સમયે તેમણે પણ તાલિબાન મંત્રણા મુદ્દે મહત્વની ભુમિકા ભજવી છે. તો ટ્રમ્પ ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લઈ રહ્યા હોય?
મસૂદ અઝહરનો મામલો, એફએટીએફનું (ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ) દબાણ અને આતંરરાષ્ટ્રીય નાણાં ભંડોળ જેવા મુદે અમેરિકા પાકિસ્તાન પર અનેક રીતે દબાણ લાવી શકે છે. અફઘાનિસ્તાન મામલે દ્વિપક્ષીય ચર્ચામાં પણ અમેરિકાનું વલણ નરમ રહ્યું છે ત્યારે અમેરિકા અને પાકિસ્તાનની વ્યુહ રચનાને સમજવી પડશે. કારણ કે, પહેલા બે દેશો વચ્ચેની જે સ્થિતિ હતી તે હવે નથી રહી. જેથી આંધળો વિશ્વાસ મુકવો યોગ્ય નથી.
પ્રશ્ન- ભારત અફઘાનિસ્તાનથી એક પગલુ પાછળ હોવાનું જોયુ છે. ભારતને અફઘાનિસ્તાનમાં સંસદના નિર્માણમાં, માળખાગત સુવિધાઓ, રસ્તાઓ તૈયાર કરવામાં તેની ભુમિકાને આગળ ધપાવવી જોઈએ. જો ભારતને યોગ્ય દબદબો જાળવવા માટે અને પોતાની સુરક્ષાની યોજનાને લઈને ભારત કઈ રીતે રોકાણના પગલાને આગળ ધપાવી શકશે?
મને લાગે છે કે, ભારત અફઘાનિસ્તાનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફ ભાર નહી મુકે. કારણે તે ઘણા પરિણામો લાવી શકે તેમ છે. અને તે પાકિસ્તાન સાથેની સમસ્યામાં ફેરવાઈ શકે છે. જેથી ભારતે અત્યારે આવી કોઈ કામગીરી કરવાને બદલે અફઘાનિસ્તાનમાં સુરક્ષા દળો વધારવાની બાબતમાં, શસ્ત્રો અને સાધનોના સંદર્ભમાં, તાલીમની બાબતમાં વધુ કામગીરી કરી શકીએ છીએ. આપણે ત્યાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે રક્ષણ આપી શકીએ છીએ. ભારતે કેટલાંક સૈનિકોને ત્યાં તૈનાત પણ કર્યા છે અને સ્થાનિક સ્તરે તાલીમ આપી શકીએ છીએ. ભારતે તેમને ભૂતકાળમાં હેલીકોપ્ટર આપ્યા છે પણ લાંબા અંતર માટે એરલિફ્ટની ક્ષમતાઓ નથી. જેથી આ બાબતે આપણે ઘણું કરી શકીએ છીએ. અફઘાનિસ્તાનના રાજકીય પક્ષોની નિતિ અને સ્થિતિ જાણવા માટે ભારતે ખુબ સતર્ક અને સક્રિય બનવું પડશે. અત્યારે એમ ન કહી શકાય કે તાલીબાન સાથે ડીલ આપણે ડીલ કરવા નથી જઈ રહ્યા. તે એક પરિબળ બની શકે છે કે ત્યાં તાલીબાન રાષ્ટ્રવાદ છે કે અફઘાન રાષ્ટ્રવાદ? આપણે સ્થિતિ જોવી જોઈએ કે, કઈ તરફ જઇઈરહી છે. મને ખાતરી છે કે, અફઘાનિસ્તાન પાકિસ્તાન પર સંપૂર્ણ પણે નિર્ભર રહેવામાં ખુશ નહીં હોય. આપણે અમેરિકા જે રીતે આગળ વધે તેને ધ્યાનમાં લઈને આગળની યોજના બનાવવી પડશે.
પ્રશ્ન- ભારતે તાલીબાન મામલે ઘણા લાંબા સમય પછી નિર્ણય લીધો અને બે નિવૃત રાજદુતોને ચર્ચા માટે બિન અધિકારીકતા સાથે મોકલ્યા. તો એક રશિયન સેનેટર કે વિદેશી બાબતોની સમિતિમાં હશે તે ભુતકાળના અનુભવને આધારે તે માને છે કે, જો મોસ્કોવને સામેલ કરવામાં નહી આવે તો અફઘાન શાંતી કરાર સફળ નહી થાય. તો શું તાલીબાને સાથે કેટલીક બાબતો માટે ભારત રશિયા અથવા ઈરાનનો ઉપયોગ કરી શકે છે? અને આ સમયે કમિટિના હોદેદારો શું ભુમિકા ભજવશે?
ઈરાને અમેરિકાની વિરૂધ્ધની વ્યૂહ રચનાના ભાગરૂપે હજુ પણ તાલિબાન સહિતના કેટલાંક તત્વો સાથે સંબંધ રાખ્યા છે. કારણ કે, ઈરાનને અમેરિકાની હાજરીને લઈને ચિંતા છે. જો કે, પહેલા તાલિબાન વિરોધી હતા કારણે કે, તે તાલીબાનને શિયા વિરોધી તરીકે જોતા હતા. પણ અમેરિકાની હાજરીને જોતા તેમણે યોજનાના ભાગરૂપે તાલીબાન સાથે કડીને જોડી રાખી છે. જ્યારે રશિયાને મધ્ય એશિયામાં અને અફઘાનિસ્તાનમાં અસ્થિરતાને લઈને ચિંતા છે. કારણે કે ડ્રગ્સનો સૌથી વધારે રશિયામાંથી અફઘાનિસ્તાનમાં જાય છે. ત્યારે તાલીબાનની વાટાધાટોમાં ભુમિકા ભજવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે મને લાગે છે કે, તે આ ભુમિકા ભજવતા રહેશે અને ભારત સંભવત: યુએસ અને રશિયા સહિત તમામ દેશઓ સાથે સંપર્કમાં રહેશે.