ગુજરાત

gujarat

ઐતિહાસિક પાનની દુકાનનું મોઘેરું પાન ડોનાલ્ડ ટ્રમ્પને પીરસાશે...શું ખાસ છે આ પાનમાં જાણો વિશેષ અહેવાલમાં...

By

Published : Feb 23, 2020, 6:23 PM IST

ભારતીય સંસ્કૃતિના આતિથ્યમાં પાનનું અનોખું મહત્વ જોવા મળે છે. 24 ફેબ્રુઆરીએ જ્યારે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાની મુલાકાત લેવાના છે. ત્યારે તેમના આતિથ્યમાં જાણીતી પાંડેજીની દુકાનનું પાન પીરસવામાં આવશે. પાંડેજીની દુકાન પોતાનામાં એક ઐતિહાસિક વગ ધરાવે છે. તેમની દુકાનના પાનનું સેવન પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદથી લઈને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ પણ સામેલ છે.

india
india

નવી દિલ્હીઃ ભારત પ્રવાસમાં ડોનાલ્ડ ટ્રમ્પને ભારતીય ભારતીય સંસ્કૃતિથી રૂબરૂ કરાવવામાં આવશે. જેની પૂરજોશમાં તૈયારીઓ થઈ રહી છે. અમદાવાદમાં ટ્ર્મ્પની મહેમાનગતિમાં આખા શહેરને દુલ્હનની જેમ સાજવવામાં આવ્યું છે. તો તેમની ખાણી-પીણીની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં ખાસ કરીને પાનની વ્યવસ્થા કરવામાં આવી છે.

ઐતિહાસિક પાનની દુકાનનું મોઘેરું પાન ડોનાલ્ડ ટ્રમ્પને પીરસાશે

આ પાનનું પણ અલગ જ મહત્વ છે. કારણ કે, આ પાન જે દુકાનમાં બને છે તે એક ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આ દુકાનનું પાન પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ રાજેન્દ્ર પ્રસાદ , ડૉ એ.પી.જે અબ્દુલ કલામ, પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી, લાલ બહાદુર શાસ્ત્રીથી વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખાઈ ચૂક્યાં છે. હવે આ યાદીમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ પણ સામેલ થવા જઈ રહ્યું છે.

1943થી છે આ પાનની દુકાન

ઐતિહાસિક પાનની દુકાન

આ પાનની દુકાનના માલિકનું નામ દેવી પ્રસાદ પાંડે છે. જેમના પાન સામાન્ય વ્યક્તિથી લઈ નેતા અભિનેતાઓ સુધી જાણીતું છે. તો ચલો જાણીએ આ પાનની દુકાન વિશે રસપ્રદ માહિતી....

આ દુકાનની શરૂઆત 1943માં થઈ હતી. જેના પાન સામાન્ય વ્યક્તિથી લઈ રાષ્ટ્રપતિભવનમાં આવનાર મહેમાનોમાં પ્રિય છે. એટલે જ્યારે પણ કોઈ મહેમાન આવે ત્યારે તેને આ વિશેષ પાનનું અચૂક સેવન કરાવવામાં આવે છે. આ દુકાનમાં વિવિધ ફલેવરમાં પાન બનાવવામાં આવે છે. જેમાં કોઈ કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ ઉપરાંત સ્વચ્છતા અભિનાયને ધ્યાનમાં રાખીને એવું પાન બનાવવામાં આવે છે, જેને થૂંકવાની પણ જરૂર પડતી નથી.

અને આ દિગ્ગજ નેતાઓએ ખાદ્યુ છે પાન....

આ પાનની દુકાનના ગેટ પર એ રાજકીય નેતાઓની તસવીર લગાવેલી છે જેમણે તેમની દુકાનના પાનનું સેવન કર્યુ છે. જેમાં પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ રાજેન્દ્ર પ્રસાદ, ડૉ એ.પી.જે અબ્દુલ કલામ, પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી, લાલ બહાદુર શાસ્ત્રીથી વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી નામ સામેલ છે.

ABOUT THE AUTHOR

...view details