ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તાજના દીદાર માટે ફરી આવશે ટ્રમ્પ-મેલેનિયા, પ્રેમના પ્રતિકને ગણાવ્યું 'અમૂલ્ય' - US President Donald Trump India Visit

ઉત્તર પ્રદેશના આગરામાં સ્થિત પ્રેમની નિશાની- તાજ મહેલનો દીદાર કરવો સુંદર અનુભવ હોય છે. કંઈક આવો જ અનુભવ પોતાની સાથે લઈ ગયા અમેરિકાથી આવેલા મહેમાન. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજના દીદાર બાદ પ્રથમ શબ્દ 'અતુલ્ય'(અમૂલ્ય) ઉચ્ચાર્યો હતો.

us-president-donald-trump-visit-taj-and-say-amulya
us-president-donald-trump-visit-taj-and-say-amulya

By

Published : Feb 24, 2020, 10:08 PM IST

આગરા: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પત્ની મેલેનિયા અને પુત્રી ઈવાન્કા ટ્રમ્પ સાથે સોમવારે તાજ મહેલનો દીદાર કર્યો. પર્યટણ મંત્રાયલયમાં કાર્યરત નિતિન સિંહે ટ્રમ્પને તાજ મહેલ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

ટ્રમ્પની વિઝીટના માર્ગદર્શક નિતિને જણાવ્યું કે, મે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાના ફર્સ્ટ લેડીને તાજ મહેલ અંગે ઘણી માહિતી આપી.

નિતિને જણાવ્યું, 'અતુલ્ય' પહેલો શબ્દ હતો, જે ટ્રમ્પે તાજ મહેલ જોયા બાદ ઉચ્ચાર્યો.

તેમણે જણાવ્યું કે, રાષ્ટ્રપતિ અને અમેરિકાના ફર્સ્ટ લેડી મેલેનિયાએ ફરીવાર મુલાકાત લેવાનું કહ્યું કર્યો છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details