અમેરિકાના જજ ડેવિડ જૂનિયરે શુક્રવારે આ દિવાલ નિર્માણ માટે સેનાના ફંડનો ઉપયોગ કરવા મામલે તાત્કાલિક અસરથી રોકી લેવામાં આવી છે. કોર્ટનો આદેશ બે યોજનાઓ પર લાગુ કરવામાં આવ્યો છે. જેમાં મેક્સિકો સીમાના વિસ્તારોમાં 51 મીલ સુધી તારબંધીને બદલવા માટેનું કામ શનિવારથી શરૂ કરવામાં આવશે. આ મામલે કોર્ટ દ્વારા ગત અઠવાડિયે હુકમ બહાર પાડવામાં આવ્યો હતો. જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચારમાં સીમા પર દિવાલ બનાવવાનું વચન આપ્યું હતું.
મેક્સિકો સીમા પર દિવાલ બનાવવા મામલે અમેરિકાના જજે ટ્રમ્પને રોક્યા - san francisco
સેન ફ્રાન્સિસ્કો: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકાની સીમાને સુરક્ષિત કરવા માટે દિવાલ બંધવાની અનુમતી આપવામાં આવી હતી, પરંતુ અમેરિકાના એક સંઘીય જજ દ્વારા આ નિર્ણય પર રોક લગાવવામાં આવી છે.
મેક્સિકો સીમા પર દિવાલ બનાવવા મામલે અમેરિકાના જજે ટ્રમ્પને રોક્યા
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં અનઅધિકૃત રીતે અનેક લોકો રસ્તાના માર્ગે સીમા પાર કરીને પ્રવેશ કરતા હોય છે. ત્યારે મેક્સિકોની સીમાનો સૌથી વધુ ઉપયોગ ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશ થવા માટે થાય છે. આ મામલો અમેરિકામાં અત્યારે તમામ લોકોના મુખે જોવા મળી રહ્યો છે. જ્યારે ટ્રમ્પે આ બાબતે જણાવ્યું હતું કે, મેક્સિકો સીમા પર દિવાલ બનાવવા માટે તેઓ દેશમાં ઇમરજન્સી લગાવવા તૈયાર છે.