હૈદરાબાદઃ યુએસમાં રહીને અલકાયદાને આર્થિક મદદ કરનાર ઝુબૈર અહેમદને હૈદરાબાદમાં ક્વોરેન્ટાઇન થવા ભારત મોકલવામાં આવ્યો છે. 5 વર્ષની સજા ભોગવ્યા બાદ ઝુબેર હૈદરાબાદ પરત ફર્યો છે. તે હાલમાં અલવાલ પોલીસ સ્ટેશનના હસમતપેટ વિસ્તારમાં રહે છે. વર્ષ 2016માં, યુએસ સરકારે આક્ષેપ કર્યો હતો કે, ઝુબૈરના ભાઈઓ આસિફ અહમદ સલીમ અને સુલતાન સલીમે અલકાયદાને ભંડોળ પૂરું પાડ્યું હતું.
અલકાયદાને આર્થિક મદદ કરનાર ઝુબૈર અહેમદ હૈદરાબાદમાં ક્વોરેન્ટાઇન - Deportation
યુએસમાં રહીને અલ કાયદાને આર્થિક મદદ કરનાર ઝુબૈર અહેમદને હૈદરાબાદમાં કોરોન્ટાઈન થવા ભારત મોકલવામાં આવ્યો છે. 5 વર્ષની સજા ભોગવ્યા બાદ ઝુબેર હૈદરાબાદ પરત ફર્યો છે. તે હાલમાં અલવાલ પોલીસ સ્ટેશનના હસમતપેટ વિસ્તારમાં રહે છે.
અલ કાયદાને આર્થિક મદદ કરનાર ઝુબૈર અહેમદ હૈદરાબાદમાં કોરોન્ટાઈન
યુએસ કેસના પગલે ઝુબૈર અહેમદને પાંચ વર્ષ કેદની સજા અને તેના ભાઈ સહિતના બાકીના ગુનેગારોને 27 વર્ષની સજા ફટકારી હતી. તાજેતરમાં જ, યુએસ સરકારે ઝુબેરની સજા સમાપ્ત થવાને કારણે તેને મુક્ત કર્યો હતો. ભારત આવ્યા પછી, ઝુબૈરને અમૃતસરમાં ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો હતો. આ પછી, તેને હસમતપેટ વિસ્તારમાં લાવવામાં આવ્યો. હૈદરાબાદમાં તેની સામે કોઈ કેસ નથી.