ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નાગરિકતા બિલ: અમેરિકી આયોગે અમિત શાહ પર પ્રતિબંધ લગાવવાની કરી માગ - CAB

વોશિંગ્ટન: આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર સંધીય અમેરિકી આયોગે (USCIRF) કહ્યું કે, નાગરિકતા સંશોધન બિલ (CAB) ખોટી દીશામાં આગળ વધારવામાં આવેલું એક ખતરનાક પગલું છે. USCIRF એ કહ્યું કે, જો CAB ભારતની સંસદમાં પસાર થશે તો ભારતના ગૃહપ્રધાન અમિત શાહ વિરૂદ્ધ પ્રતિબંધ લગાવવો જોઇએ.

નાગરિકતા બિલ : અમેરિકી આયોગે અમિત શાહ પર પ્રતિબંધ લગાવવાની માગ કરી
નાગરિકતા બિલ : અમેરિકી આયોગે અમિત શાહ પર પ્રતિબંધ લગાવવાની માગ કરી

By

Published : Dec 10, 2019, 1:47 PM IST

USCIRF એ સોમવારે એક નિવેદનમાં કહ્યું કે, બિલ લોકસભામાં પસાર થવાનું કારણ ચિંતિત છે.

લોકસભામાં સોમવારના રોજ CAB એ મંજૂરી આપી દીધી છે, જેમાં અફધાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ધાર્મિક ત્રાસના કારણે 31 ડિસેમ્બર 2014 સુધી ભારત આવેલા હિન્દુ, સિખ, બોદ્ધ, જૈન, પારસી અને ઇસાઇ સમુદાયના લોકોને ભારતીય નાગરિકતા માટે અરજી કરવાને પાત્ર બનવાની જોગવાઇ છે.

આયોગે કહ્યું કે, જો CAB બંને સંસદોમાં પસાર થયું તો અમેરિકી સરકારે ગૃહપ્રધાન અમિત શાહ અને મુખ્ય નેતૃત્વ વિરૂદ્ધ પ્રતિબંધ લગાવવા પર વિચાર કરી રહી છે.

તેઓએ કહ્યું, 'અમિત શાહ દ્વારા રજૂ કરાયેલું આ બિલ લોકસભામાં પસાર થવા પર USCIRF ચિંતિત છે.'

ABOUT THE AUTHOR

...view details