કોંગ્રેસ નેતા માતોંડકરે કહ્યું કે, તેમના (મોદી) જીવન પર બનેલી ફિલ્મ કાઈ નથી પરંતુ PM પર એક મજાક છે, કારણ કે 56 ઈંચની છાતીનો દાવો કરનારા કામ કરવામાં નિષ્ફળ રહ્યા છે. તેમના જીવન પર બનેલી ફિલ્મ લોકશાહી, ગરીબી અને ભારતની વિવિધતા પર મજાક છે.
મોદીની બાયોપિક લોકશાહી અને ગરીબી પર મજાક: ઉર્મિલા માતોંડકર - PM Narendra Modi
મુંબઈ: ઉત્તર મુંબઈ બેઠકથી કોંગ્રેસ ઉમેદવાર અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે PM મોદીના જીવન પર બનેલી બાયોપીકને લઈને મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, PM મોદીના જીવન પર બનેલી ફિલ્મ એક મજાક છે કારણે કે, તેમણે પોતાના કોઈ વાયદાઓ પૂરા નથી કર્યા.
સ્પોટ ફોટો
અભિનેત્રીએ ચૂટકી લેતા કહ્યું કે, તેમના પર તેમના અધૂરા વાયદાઓ પર કોમેડી ફિલ્મ બનવી જોઈતી હતી. વિવેક ઓબેરોય સ્ટારર PM મોદીની બાયોપિક અગાઉ 11 એપ્રિલે રિલીઝ થવાની હતી. પરંતુ ચૂંટણી પંચે ચૂંટણી દરમિયાન ફિલ્મની રિલીઝ પર રોક લગાવી દીધી. માતોડકરે કહ્યું કે, આનાથી વધારે ખરાબ શું હોઈ શકે કે, લોકશાહીમાં દેશના PMએ પાંચ વર્ષમાં એક પ્રેસ કોન્ફરન્સ નથી કરી.
ઉલ્લખનીય છે કે, મુંબઈની તમામ 6 લોકસભા બેઠક પર 29 એપ્રિલે મતદાન થશે.
Last Updated : Apr 19, 2019, 10:15 AM IST