ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બોલીવૂડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર કોંગ્રેસમાં જોડાઈ - election 2019

ન્યૂઝ ડેસ્ક: ચૂંટણીની તારીખો નજીક આવતાની સાથે જ રાજકીય પાર્ટીઓમાં જોડાવાની અને પાર્ટી છોડવાની જાણે મૌસમ શરૂ થઈ ગઈ છે. આ મૌસમમાં ક્રિકેટરો અને બોલીવૂડ સ્ટાર પણ બહાર નથી. છેલ્લા ઘણા સમયથી બોલીવૂડ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકરના કોંગ્રેસમાં જોડાવાની વાતોએ જોર પકડ્યું હતું, પણ હવે આ ઔપચારિક રીતે ઉર્મિલા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે.

ઉર્મિલા માતોંડકર

By

Published : Mar 27, 2019, 2:48 PM IST

બોલીવૂડ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર મુંબઈ ઉત્તર લોકસભાની બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે, અહીં મહત્વનું છે કે, મુંબઈ ઉત્તર લોકસભા બેઠક BJPનો ગઢ માનવામાં આવે છે. બોલીવૂડ અભિનેતા ગોવિંદાએ વર્ષ 2004માં પૂર્વ પેટ્રોલિયમ પ્રધાન રામ નાઇકને આ બેઠક પરથી હરાવ્યા હતા. નાઈક હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે. નાઈકને વર્ષ 2009માં સંજય નિરૂપમે ફરી એક વાર હાર આપી હતી. તો વર્ષ 2014માં BJPની લહેરના કારણે શેટ્ટીએ પણ નિરૂપમને હરાવ્યા હતા.

હવે વાત ઉર્મિલા માતોંડકરનું નામ રાજનીતિમાં આવતા રાજકારણ ગરમાયું છે, કારણ કે કોંગ્રેસ BJPની વિરુદ્ધમાં એક પ્રભાવિત ઉમેદવારની શોધમાં હતી જે હવે પૂરી થઈ ગઈ છે.


ABOUT THE AUTHOR

...view details