નવી દિલ્હીઃ યુપીએસસી સાથે જોડાયેલી આ અરજી યુપીએસસી પરીક્ષાના 20 પરીક્ષાર્થીઓ દ્વારા કરવામાં આવી છે. જેમાં કોરોના વાયરસ મહામારી અને દેશના જુદાંજુદાં ભાગમાં પૂરની સ્થિતિનો હવાલો આપવામાં આવ્યો છે.અરજીમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે પરીક્ષા માટે કેન્દ્રોની સંખ્યા પણ ખૂબ જ ઓછી છે. હાલમાં કોરોનાની સ્થિતિને લઇને પરિસ્થિતિ ગંભીર છે ત્યારે ઉમેદવારોએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં પરેશાનીઓનો સામનો કરવો પડશે.
UPSCએ SCને જણાવ્યું કે સિવિલ સેવા પરીક્ષાઓ ટાળવી 'અસંભવ' છે - કોવિડ-19
સુપ્રીમ કોર્ટમાં યુપીએસએસસી સિવિલ પ્રિલિમ્સ પરીક્ષા 2020ને વધુ બે-ત્રણ મહિના સ્થગિત કરવાની માગણી સાથે અરજી કરવામાં આવી છે. ત્યારે સુપ્રીમ કોર્ટમાં તેની સુનાવણી દરમિયાન યુપીએસસીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે આ પરીક્ષાઓ ટાળવી અસંભવ છે. આ સંદર્ભે કોર્ટે યુપીએસસીને મંગળવારે એક એફિડેવિટ ફાઈલ કરવા જણાવ્યું છે. જણાવીએ કે યુપીએસસી સિવિલ સર્વિસ પ્રિલિમ્સ પરીક્ષાઓ 4 ઓક્ટોબર 2020ના રોજ ઓફલાઈન મોડ પર લેવાનાર છે. ત્યારે હવે આ અરજીને લઇને તારીખમાં ફેરફાર થવાની સંભાવના પેદા થઇ છે.
UPSCએ SCને જણાવ્યું કે સિવિલ સેવા પરીક્ષાઓ ટાળવી 'અસંભવ' છે
જસ્ટિસ એએમ ખાનવિલકર અને સંજીવ ખન્નાની બેંચે આ અરજી પર સુનાવણી કરતાં યુપીએસસીને નોટિસ પાઠવીને આના પર જવાબ માગ્યો હતો.. વર્તમાન વ્યવસ્થા મુજબ યુપીએસસી સિવિલ સર્વિસિસ પ્રિલિમનરી પરીક્ષાઓ 4 ઓક્ટોબર 2020ના રોજ ઓફલાઈન મોડ પર યોજાવાની છે જેમાં દેશભરમાંથી આશરે 6 લાખ ઉમેદવારો બેસવાના છે. દેશભરમાં કુલ 72 શહેરમાં પરીક્ષાકેન્દ્ર બનાવવામાં આવ્યાં છે.