EXIT POLLના નિર્ણય પર વિપક્ષ દળોમાં દોડધામ મચી હઇ હતી. વિપક્ષી દળોએ ધમકી આપતા કહ્યું કે જો નિર્ણયમાં કોઇ પણ પ્રકારની ગડબડ થઇ તો હથિયારો પણ ઉપાડવામાં
આવશે. બિહારમાં મહાગઠબંધનના નેતા ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે જરૂર પડવા પર લોકોને હશિયાર ઉપાડવાની અપીલ કરી છે. કુશવાહાનો આરોપ છે કે NDAના નેતા કોઇ પણ પ્રકારે ચૂંટણી જીતવા માંગે છે.તેમની મુજબ NDA EVMમાં છેડછાડ કરવાની યોજના બનાવી રહ્યા છે.
કુશવાહાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું પરિણામ સાથે છેડછાડ થઇ તો હથિયાર ઉપાડવામાં આવશે - Election
નવી દિલ્હી: પૂર્વ કેન્દ્રીય પ્રધાન ઉપેન્દ્ર કુશવાહાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. બિહારના પૂર્વ CM વિશે વાત કરતા તેમણે કહ્યું કે નિષ્પક્ષ મતગણતરી કરાવવા માટે જો જરૂર પડશે તો હથિયાર પણ ઉપાડવામાં આવશે.
પૂર્વ કેન્દ્રીય પ્રધાન ઉપેન્દ્ર કુશવાહા
તેમણે વધુમાં જણાવતા કહ્યું કે પહેલા બૂથ લૂટ થતી હતી. પરતું આ વખતે રિઝલ્ટ લૂટ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે મહાગઠબંધના સમર્થકોને નીચું બતાવવા માટે Exit Pollનો સહારો લેવામાં આવી રહ્યો છે.
કુશવાહે મતગણતરીના દિવસે સમર્થકો તથા જનતાને તૈયાર રહેવા માટે કહ્યું હતું. તેમણે કહ્યું કે આ લોકો કંઇ પણ કરી શકે છે.અને પરિણામ સાથે કોઇ છેડછાડ થઇ તો હિંસા કરવામાં આવશે.
Last Updated : May 22, 2019, 11:36 AM IST